ખેડબ્રહ્મા: સમયમર્યાદા પહેલા રકમ ઉપાડી લીધાના આક્ષેપથી હડકંપ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા તાલુકાના ગામે તલાટીએ 14મા નાણાંપંચની રકમ સમય મર્યાદા અગાઉ ઉપાડી લીધાનો આક્ષેપ થયો છે. માર્ગ બન્યા બાદ એસઓનુ સર્ટી મળ્યા પહેલાં જ 80,000 નું પેમેન્ટ કર્યાની રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર બાબતે વહીવટી અને રાજકીય ટકરાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામે રોડ કામો
 
ખેડબ્રહ્મા: સમયમર્યાદા પહેલા રકમ ઉપાડી લીધાના આક્ષેપથી હડકંપ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાના ગામે તલાટીએ 14મા નાણાંપંચની રકમ સમય મર્યાદા અગાઉ ઉપાડી લીધાનો આક્ષેપ થયો છે. માર્ગ બન્યા બાદ એસઓનુ સર્ટી મળ્યા પહેલાં જ 80,000 નું પેમેન્ટ કર્યાની રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર બાબતે વહીવટી અને રાજકીય ટકરાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.

ખેડબ્રહ્મા: સમયમર્યાદા પહેલા રકમ ઉપાડી લીધાના આક્ષેપથી હડકંપ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામે રોડ કામો કરવામાં આવ્યા છે. ગામમાં સરેરાશ રૂપિયા 4,80,000 ના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન કોન્ટ્રાક્ટરને ચૂકવણું કરવા દરમિયાન 80,000 નું પેમેન્ટ વિવિદોમા આવ્યું છે. ગામના આગેવાન મનહર સિંહ નામના વ્યક્તિએ તંત્રમાં રજૂઆત કરતાં ચકચાર મચી ગઇ છે.

ખેડબ્રહ્મા: સમયમર્યાદા પહેલા રકમ ઉપાડી લીધાના આક્ષેપથી હડકંપ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, રજૂઆતને પગલે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, પ્રાથમિક રીતે ઉચાપત હોવાનું નથી પરંતુ વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે તલાટી અખિલ પટેલે જણાવ્યું હતું કે, 80,000 ના કામનો રોડ બની ગયો છે, એસઓ દ્વારા સર્ટીફીકેટનું વિલંબમાં પડ્યું હતું.