આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

સાબરકાંઠાના ખેડબ્રહ્માના મહાકાળી માતાજીના મંદીરમાં ઘંટ ચોરાતા ટ્રસ્ટના પ્રમુખે પોલીસ ફરીયાદ કરી છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સ્ટેટ હાઈવે પર આવેલ શ્રી મહાકાળી માતાજી મંદિરમાં પિત્તળના ઘંટ લટકાવવામાં આવેલ છે. બુધવારના બપોરના સમયે એક ચોર ઇસમ મંદિરમાં દર્શન કરવાના બહાને આવેલ અને તકનો લાભ લઇ દશામાના મંદિરમાં લગાવેલ એક ઘંટ ઉતારી લાઇ શર્ટમાં સંતાડી ફરાર થઇ ગયો હતો.

જે હરકત મંદિરમાં લગાવેલ સી.સી.ટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. આ અંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ કોદરભાઈ પટેલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયા છે તેવી ફરીયાદ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બે માસ આગાઉ હરણાવ નદી કિનારે આવેલ હનુમાનજી મંદિરમાં થી પણ ઘંટ ચોરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code