આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્માની એડિશનલ ચીફ જ્યૂડી.મેજીસ્ટ્રેટે હાથ ઉછીના આપેલ પૈસાની અવેજમાં ચેક આપી ખાતામાં પૂરતા નાણ જમા ન રાખતા ચેક રિટન થતા કોર્ટ આરોપીને એક વરસની સજા ફટકારી હતી.

ખેડબ્રહ્મા શહેરના વિનય કુમાર જયંતીલાલ મહેતા ઝેરોક્સ અને કોમ્પ્યુટર જોબ વર્કનું કામ કરે છે અને પોશીના ના ભરતભાઇ રતીલાલ જોશી નીરજા ગ્રુપના નામે જુદીજુદી પ્રોડકટ બનાવે છે તેઓ અવાર નવાર ખેડબ્રહ્મા આવતા ત્યારે વિનયભાઈ જોડે બેસતાં અને તેથી મિત્રતાના સબંધો કેળવાયાએલ તે અરસામાં વિનયભાઈએ નવીન ઝેરોક્સ મશીન લાવવામાં માટે બેન્કમાંથી બચત ઉપાડી અને બીજા પૈસા ભેગા કરી રાખે, અને તેમને મશીન ન લાવવાનું થતા ભરતભાઇ એ જણાવેલ કે મારે અંગત કામ માટે પૈસા મને હાથ ઉછીના આપો જેથી વિનાયભાઈને તે સમયે મશીન ન લાવવાનું હોઈ રૂ. 3 લાખ ભરતભાઈને હાથ ઉછીના આપેલ તેની અવેજ મા ભરતભાઈએ એક ચેક આપેલ અને. વિશ્વાસ આપેલ કે. પાકતી તરીકે બેંકમાં રાજુ કરશો તો નાણા મલી જશે.

જેથી વિનાયભાઈએ પાકતી તારીખે ચેક બેંકમાં રાજુ કરેલ અને ભરતભાઇના ખાતામાં ચેકમાં લખેલ રકમ જેટલું ભાંડોર ન હોઈ ચેક સ્વીકારાયેલ ન હતો જેથી ચેક વગર સ્વીકારાયે. પરત આવેલ જેથી વિનયભાઈ મહેતાએ ખેડબ્રહ્મા કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે ફરિયાદીના વકીલ રાજેન્દ્રસિંહ ચૌહાણની દલીલો ગ્રાહ્ય રાખી ભરતભાઇ જોશીને ધ નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ એક વર્ષની સાદી સજા અને 5000 નો દંડ અને દંડ ન ભરેં તો 15 દિવસની વધુ સાદી સજા ફતકારી હતી. સજા ફટકારતા ખેડબ્રહ્મામાં ચેક પર પૈસા લઇ પરત ન કરતાં ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code