ખેડબ્રહ્માઃ વિશ્વ પર્યાવરણના દિવસે જ પાલિકાના પાપે કુદરતી સંસાધનનો વેડફાટ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા નગરમાં પાણીની પાઈપ લાઈન તુટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ જવા પામ્યો હતો. શહેરના બજાર સુધી પાણી પહોંચી જવા પામ્યું હતું. જેથી અવર-જવર કરતા વાહનચાલકો સહિતના શહેરીજનો પરેશાન બન્યા હતા. આવી સ્થિતિ સર્જાતા વિશ્વ પર્યાવરણના દિવસે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ઉદભવવા પામ્યો છે. જિલ્લાનું આર્થિકક્ષેત્રે મહત્વનું શહેર ગણાતી
 
ખેડબ્રહ્માઃ વિશ્વ પર્યાવરણના દિવસે જ પાલિકાના પાપે કુદરતી સંસાધનનો વેડફાટ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા નગરમાં પાણીની પાઈપ લાઈન તુટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ જવા પામ્યો હતો. શહેરના બજાર સુધી પાણી પહોંચી જવા પામ્યું હતું. જેથી અવર-જવર કરતા વાહનચાલકો સહિતના શહેરીજનો પરેશાન બન્યા હતા. આવી સ્થિતિ સર્જાતા વિશ્વ પર્યાવરણના દિવસે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ઉદભવવા પામ્યો છે.

જિલ્લાનું આર્થિકક્ષેત્રે મહત્વનું શહેર ગણાતી ખેડબ્રહ્મા પાલિકા પાણી બચાવોના નારાનું મહત્વ સમજવામાં ઊણી ઉતરી રહી છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં સવારે 7 વાગે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા કન્યા વિદ્યાલય હાઈસ્કૂલથી પટેલ સોસાયટીથી લઈ મોતીનગર વિસ્તાર સુધી પાણી-પાણી થઈ જવા પામ્યો હતો. લાખો લીટરમાં વહી ગયેલુ અમૂલ્ય પાણી બજાર સુધી પહોંચી ગયું હતું.

video:

પાણીની લાઈનમાં ભંગાણ પડ્યાની રજૂઆત શહેરીજનોએ સ્થાનિક વોર્ડ નં.6ના કોર્પોરેટરને કરી હતી. જેથી કોર્પોરેટરે પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારને ફોડન કરતા તેમણે ઉપડવાની તસ્દી પણ લીધી ન હતી. આથી શહેરીજનોમાં આક્રોશ પેદા થઈ જવા પામ્યો હતો. જેની ગંભીરતાને લઈ સફાળુ જાગેલી પાલિકાએ પાણી બંધ કરી દીધું હતું. પરંતુ ત્યાં સુધીમાં લાખો લીટર પાણી વેડફાઈ જવા પામ્યું હતું.

અધિકારી સામે સત્તાધારી પક્ષનું કંઈ ઉપજતું નથી?

ખેડબ્રહ્મા નગરપાલિકાના સત્તાધારી પક્ષને સ્ટાફ સાંભળતો ન હોવાનું ચુંટાયેલા સભ્યોમાં અંદરખાને ગણગણાટ થઈ રહ્યો છે. જો આવી જ પરિસ્થિતિ બની રહી તો આગામી સમયમાં સભ્યોએ રાજીનામું આપવા મજબુર બનવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ છે.