આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

આજે 26 ડિસેમ્બરના રોજ 2019 વર્ષનું છેલ્લું સુર્યગ્રહણ હતુ. ખેડબ્રહ્મા અંબીકા માતાજી મંદિર અને ગઢડા શામળાજી મંદિર બંધ રહ્યા હતાં. ત્યારે સુર્યગ્રહણ સમયે તમામ હિન્દુ મંદિરો બંધ રહ્યા હતા. સુર્યગ્રહણ ખાસ પ્રકારની ફિલ્મના ચશ્મા પહેરીને લોકોએ નઝારો નિહાળ્યો હતો. ખગોળ વૈજ્ઞાનિકો માટે આ અભ્યાસનો વિષય છે. ત્યારે વર્ષની આ છેલ્લી ખગોળિય ઘટનાને નિહાળવા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સુર્યગ્રહણના સમયે સવારે 8 કલાકથી 10-56 સુધી મંદિર બંધ રાખી મંદિરમાં ખાસ પૂજા વિધિ બંધ રાખવામાં આવી હતી. આ સમયે પણ ભક્તો માટે દર્શન બંધ રખાયા હતા. ગુરુવારે 45 વર્ષ પછી કંકણાકૃતિ સુર્યગ્રહણ જોવા મળ્યું હતું. માગશરી અમાષે સુર્યગ્રહણનો અનોખો સંયોગ પેદા થયો હતો. આજે માગશર માસની અમાશના સવારથી તમામ મંદિર બંધ જોવા મળ્યા રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code