ખેડબ્રહ્માઃ મૃતક દિકરી માટે આદિવાસીઓ લાલઘૂમઃ મંજૂરી નહી છતાં રેલી કાઢી

અટલ સમાચાર, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકાની કોલેજીયન યુવતિના શંકાસ્પદ મોત મામલે પોલીસ તપાસ સામે આદિવાસીઓ નારાજ છે. પોલીસ આત્મહત્યા જણાવતા આદિવાસીઓ હત્યા હોવાનું કહી કડક તપાસની માંગ સાથે હજુપણ દિકરીનો અગ્નિસંસ્કાર કરતા નથી. તંત્રએ રેલી માટે મંજૂરી નહિ આપતા પંથકના આદિવાસીઓએ ઉપરવટ જઈ રેલી કાઢતા દોડધામ મચી ગઈ હતી. ખેડબ્રહ્મા નજીકના જંગલોમાં શણગાર સજેલી આદિવાસી યુવતિના
 
ખેડબ્રહ્માઃ મૃતક દિકરી માટે આદિવાસીઓ લાલઘૂમઃ મંજૂરી નહી છતાં રેલી કાઢી

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકાની કોલેજીયન યુવતિના શંકાસ્પદ મોત મામલે પોલીસ તપાસ સામે આદિવાસીઓ નારાજ છે. પોલીસ આત્મહત્યા જણાવતા આદિવાસીઓ હત્યા હોવાનું કહી કડક તપાસની માંગ સાથે હજુપણ દિકરીનો અગ્નિસંસ્કાર કરતા નથી. તંત્રએ રેલી માટે મંજૂરી નહિ આપતા પંથકના આદિવાસીઓએ ઉપરવટ જઈ રેલી કાઢતા દોડધામ મચી ગઈ હતી.

ખેડબ્રહ્મા નજીકના જંગલોમાં શણગાર સજેલી આદિવાસી યુવતિના મોત મામલે રહસ્ય અકબંધ છે. પોલીસે પ્રાથમિક તબક્કે આત્મહત્યા હોવાનું જણાવતા પરિવારે હત્યા થયાનો દાવો કર્યો હતો. આ તમામ ગતિવિધિ વચ્ચે હત્યા કે આત્મહત્યા નક્કી નહિ થતા આદિવાસીઓ વિફર્યા છે. દિકરીને ન્યાય અપાવવા જંગી સંખ્યામાં રેલી કાઢવા પરવાનગી માંગી હતી.

રેલી કાઢવા તંત્રએ પરવાનગી નહિ આપતા ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ રેલી કાઢી દીધી હતી. આ દરમિયાન પોલીસ કાફલો મોટી સંખ્યામાં દોડી આવ્યો હતો. આદિવાસીઓની બિનમંજૂરીની રેલી ખેડબ્રહ્મા મામલતદાર કચેરી આવી સભા કરવામાં આવી હતી. જ્યાં મામલતદારે તટસ્થ તપાસની તૈયારી બતાવી હતી. આ તરફ રેલી દરમિયાન કોઈ અયોગ્ય ઘટના બની ન હતી. જોકે મંજૂરીની ઐસીતૈસી કરી આદિવાસીઓએ રેલી કાઢવા છતાં નારાજ સમાજ સામે પોલીસે પણ નમતું જોખ્યું હતું.