ખેડબ્રહ્મા: જીવન વિજ્ઞાન પ્રેક્ષા ધ્યાન સંધ્યા સંસ્થા ઘ્વારા કાર્યક્રમોનું આયોજન કરાયુ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા ખેડબ્રહ્માની ડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોર્મસ કોલેજમાં ૧૮ ફેબ્રુઆરીના રોજ જીવન વિજ્ઞાન પ્રેક્ષા ધ્યાન સંધ્યા સંસ્થા વ્યાખ્યાનનો કાર્યક્રમો રાખવામાં આવ્યો હતો. સંસ્થાના આચાર્ય એન.ડી.પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય કરાવ્યો હતો. વકતા તરીકે કનક રેખાજી,કેવલ પ્રભાજી બંને સાધ્વીઓએ નૈતિક મુલ્યો ઘ્વારા વ્યકિતત્વ વિષય પર વિવિધ ઉદાહરણ ઘ્વારા સરળ શૈલીમાં વકતવ્ય રજુ કર્યુ હતુ.
 
ખેડબ્રહ્મા: જીવન વિજ્ઞાન પ્રેક્ષા ધ્યાન સંધ્યા સંસ્થા ઘ્વારા કાર્યક્રમોનું આયોજન કરાયુ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

ખેડબ્રહ્માની ડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોર્મસ કોલેજમાં ૧૮ ફેબ્રુઆરીના રોજ જીવન વિજ્ઞાન પ્રેક્ષા ધ્યાન સંધ્યા સંસ્થા વ્યાખ્યાનનો કાર્યક્રમો રાખવામાં આવ્યો હતો. સંસ્થાના આચાર્ય એન.ડી.પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય કરાવ્યો હતો. વકતા તરીકે કનક રેખાજી,કેવલ પ્રભાજી બંને સાધ્વીઓએ નૈતિક મુલ્યો ઘ્વારા વ્યકિતત્વ વિષય પર વિવિધ ઉદાહરણ ઘ્વારા સરળ શૈલીમાં વકતવ્ય રજુ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોવિજ્ઞાન અધ્યક્ષા પ્રા.ડો.એન.એમ.તાજયુરિયાએ કર્યુ હતુ. અને આભાર વિધિ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રા.ડો વી.સી.નિનામાએ કર્યુ હતુ.