આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા ખાતે અનાજના સરકારી ગોડાઉનમાં મીઠાનાં જથ્થો બિન ઉપયોગી બનતો હોવાનાં દ્રશ્યો સામે આવ્યા હતા. પુરવઠા નિગમના ગોડાઉનથી સસ્તા અનાજની દુકાને પહોંચે તે પહેલાં મીઠું કચરા સમાન બની ગયાના અહેવાલો પ્રસિધ્ધ થયા બાદ ગણતરીના કલાકોમાં તંત્રમાં તેની અસર જોવા મળી હતી. બુધવારે વહેલી સવારે તંત્ર ઘ્વારા ફેંકાયેલા મીઠાના જથ્થાની સાફસફાઇ હાથ ધરાઇ હતી.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નજીક નવાં ચાંપલપુર વિસ્તારમાં રાજ્ય નાગરિક પુરવઠા નિગમનું ગોડાઉન છે. જ્યાં સ્થાનિક લોકોને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગોડાઉનની અંદર અને બહાર મીઠું કચરામાં ફેંકી દીધું હોવાથી અહેવાલો પ્રસિધ્ધ થયા હતા. કચરા સમાન મીઠું સસ્તા અનાજની દુકાન દ્વારા નાગરિકોના પેટમાં કેમ જાય ? ગોડાઉનના કર્મચારીઓ શું ફરજમાં ગંભીર નથી? કચરા સમાન મીઠું નાગરિકો સ્વિકારશે ? તેવા સવાલો સ્થાનિકોએ ઉઠાવ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code