ખેડબ્રહ્મા શહેરમાં ગુમાસ્તાધારાના ભંગ બદલ ચાર વેપારીને દંડ ફટકારવામાં આવ્યો
અટલ સમાચાર, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર ઓચિંતી તપાસમાં સોમવારે સવારે બજારમાં નીકળ્યા હતા. આ દરમિયાન બજારમાં કેટલીક દુકાનો ખુલ્લી જોતાં ગુમાસ્તાધારાનો ભંગ હોવાનું પકડાયુ હતુ. આથી ચીફ ઓફીસરે તાત્કાલિક ૪ વેપારીને 250 રુપિયાનો દંડ ફટકારતા ગરમાવો વધી ગયો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસર અને ગુમાસ્તાધારા કર્મચારી ભરતભાઈ સુતરીયાની કામગીરીથી ઘડીભર વાતાવરણ જોશીલું બની ગયું હતુ.
                                          Jan 28, 2019, 19:02 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર, ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર ઓચિંતી તપાસમાં સોમવારે સવારે બજારમાં નીકળ્યા હતા. આ દરમિયાન બજારમાં કેટલીક દુકાનો ખુલ્લી જોતાં ગુમાસ્તાધારાનો ભંગ હોવાનું પકડાયુ હતુ. આથી ચીફ ઓફીસરે તાત્કાલિક ૪ વેપારીને 250 રુપિયાનો દંડ ફટકારતા ગરમાવો વધી ગયો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસર અને ગુમાસ્તાધારા કર્મચારી ભરતભાઈ સુતરીયાની કામગીરીથી ઘડીભર વાતાવરણ જોશીલું બની ગયું હતુ. આ સાથે છાનામાના દુકાન ખોલી વેપાર કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયેલો જોવાં મળ્યો હતો.

