ખેરાલુઃ કોરોના વાયરસને લઇ પાલિકા જનસેવા કેન્દ્ર 31 માર્ચ સુધી બંધ

અટલ સમાચાર, ખેરાલું (મનોજ ઠાકોર) ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 13 થઇ ગઇ છે. આમ અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર અને રાજકોટ અત્યારસુધી પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છેકે અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે. આમ
 
ખેરાલુઃ કોરોના વાયરસને લઇ પાલિકા જનસેવા કેન્દ્ર 31 માર્ચ સુધી બંધ

અટલ સમાચાર, ખેરાલું (મનોજ ઠાકોર)

ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 13 થઇ ગઇ છે. આમ અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર અને રાજકોટ અત્યારસુધી પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છેકે અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે. આમ સાલચેતીના ભાગરૂપે ખેરાલુ નગરપાલિકાના દરવાજા પર જાહેર સુચનાના બોર્ડ લગાવવામાં આવ્યા.

ખેરાલુઃ કોરોના વાયરસને લઇ પાલિકા જનસેવા કેન્દ્ર 31 માર્ચ સુધી બંધ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકામાં નગરપાલિકામાં નોટીસ લગાવવામાં આવી છે. મહેસાણા કલેક્ટર આદેશથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે, નોવેલ કોરાના વાઇરસનો ફેલાવો અટકાવવા જન સેવા કેન્દ્ર તારીખ 31-3-2020સુધી બંધ રાખવામાં આવેલ છે. સંબંધિત અધિકારી અને કર્મચારીઓ સિવાય નાગરિકોને નગર સેવા સદનમાં બિનજરૂરી અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. અને આવશ્યક કામ માટે ટેલિફોનિક અથવા whatsapp થી કર્મચારીઓનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.