ખેરાલુ પોલીસે લૂંટ કરી ભાગી રહેલ બે આરોપીને ઝડપી પાડ્યા
અટલ સમાચાર, ખેરાલુ મહેસાણા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકએમ.બી.વ્યાસના માર્ગદર્શન અને સુચના અનુસાર જીલ્લામાં બનતા લુંટ/મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા સારુ ખેરાલુ પોલીસ સ્ટેશને બાતમીદારો મારફત વોચ ગોઠવી હતી. જેમાં એક ગાડીમાં બેઠેલ બે ઇસમો શકમંદ જણાતા પોલીસે કંટ્રોલરૂમ મહેસાણાના સંપર્કમાં રહીને વડનગર પોલીસના સ્ટાફ દ્વારા નાકાબંધી કરી હતી. આ દરમિયાન ઉણાદ
Jan 3, 2019, 12:56 IST

અટલ સમાચાર, ખેરાલુ
મહેસાણા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકએમ.બી.વ્યાસના માર્ગદર્શન અને સુચના અનુસાર જીલ્લામાં બનતા લુંટ/મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા સારુ ખેરાલુ પોલીસ સ્ટેશને બાતમીદારો મારફત વોચ ગોઠવી હતી. જેમાં એક ગાડીમાં બેઠેલ બે ઇસમો શકમંદ જણાતા પોલીસે કંટ્રોલરૂમ મહેસાણાના સંપર્કમાં રહીને વડનગર પોલીસના સ્ટાફ દ્વારા નાકાબંધી કરી હતી. આ દરમિયાન ઉણાદ નજીકમાંથી ઠાકોર અમૃતજી ચુનાજી તથા ઠાકોર સેંધાજી અમુજી બંને રહે. છાબલીયા, તા. વડનગર વાળાઓને લુંટ કરી ભાગતા જ ઝડપી પાડ્યા હતા.