પૂનામાં ખો-ખો નેશનલ સ્પર્ધામાં પાટણના સાંપ્રાની ચાર દીકરીઓ રમી

અટલ સમાચાર, પાટણ ખેલો ઇન્ડિયા અંતર્ગત ખો-ખો ની નેશનલ સ્પર્ધા પૂના ખાતે ૧૩ થી ૧૭ જાન્યુઆરી સુધીઆ સ્પર્ધા ચાલી હતી. જેમાં ગુજરાતની બહેનોની ટીમમાં ચાર ખેલાડીઓ સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની વતની છે. ગુજરાતની ટીમે પંજાબની ટીમને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. દીકરીઓને રમતી નિહાળવા માટે તેમના માતા-પિતા પણ પૂના ખાતે ગયા હતા. જેઓ ગામેથી રવાના થયા
 
પૂનામાં ખો-ખો નેશનલ સ્પર્ધામાં પાટણના સાંપ્રાની ચાર દીકરીઓ રમી

અટલ સમાચાર, પાટણ

ખેલો ઇન્ડિયા અંતર્ગત ખો-ખો ની નેશનલ સ્પર્ધા પૂના ખાતે ૧૩ થી ૧૭ જાન્યુઆરી સુધીઆ સ્પર્ધા ચાલી હતી. જેમાં ગુજરાતની બહેનોની ટીમમાં ચાર ખેલાડીઓ સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની વતની છે. ગુજરાતની ટીમે પંજાબની ટીમને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. દીકરીઓને રમતી નિહાળવા માટે તેમના માતા-પિતા પણ પૂના ખાતે ગયા હતા. જેઓ ગામેથી રવાના થયા ત્યારે આનંદ અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

ખો-ખોની બહેનો ગુજરાત ટીમમાં અંડર 21 માં ઠાકોર સોનલબેન નાગજીભાઈ, ઠાકોર લસીબેન રણછોડભાઈ, ઠાકોર રેખાબેન ગોવાભાઇ તેમજ અંડર 17 માં ઠાકોર ચંદ્રિકાબેન રૂપાજી ભાગ લઈને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામનું ગૌરવ વધારી રહ્યા હતા. તેમની મેચોને નિહાળવા માટે ચારેય દીકરીઓ સાથે તેના માતા પિતાને પણ જવાનો લ્હાવો મળ્યો છે. જેઓનો સાંપ્રા ગામથી પુના જવા આવવાનો, હોસ્ટેલમાં રોકાણ તેમજ ભોજનનો તમામ ખર્ચ કિંડર સ્પોર્ટ્સ એલએલપી કંપની દ્વારા કરવામાં આવ્યો હતો. બુધવારે પંજાબ સામેની મેચમા ગુજરાતે તેને હરાવીને ત્રીજા ક્રમે રહી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને ગુજરાતને ગૌરવ અપાવ્યું હતુ.