આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,રાજકોટ

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થતાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાજય, દેશ અને વિદેશમાં વસતા પાટીદારો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ખોડલધામના અગ્રણી અને લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ સહિતના પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં મહાઆરતી, સ્નેહમિલન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત સ્ટેજ પ્રોગ્રામ અને ધ્વજારોહણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,રાજ્યનો વિકાસ દરેક સમાજ સાથે જોડાયેલો છે, કોઈ સમાજ પાછળ રહી જાય ત્યારે રાજય આગળ વધી શકતું નથી. સમાજ એક હશે તો ગરીબો સહિત તમામ લોકોને સાથે રાખીને આગળ વધી શકાય. ખોડલધામે વર્ષ 2011થી અત્યાર સુધીમાં સકારાત્મક કામ કર્યું છે. એટલે જ સંસ્થાના કન્વીરો અને કાર્યકરો ઈમાનદારીથી કામ કરીને સમાજને આગળ લઈ જવા માટે મહેનત કરી રહ્યાં છે. ગુજરાતના વિકાસમાં લેઉવા પટેલ સમાજનો ફાળો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code