vadgam
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકાના મેમદપુર જિલ્લા પંચાયત સીટ માં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના આગેવાનો દ્રારા ખાટલા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. લોકસભાની ચુંટણીના પડઘમ વાગવા જઈ રહ્યા છે ત્યારે વાગતાની સાથેજ વડગામ માં ભાજપ ના આગેવાનો અને કાર્યકરો માં ઉત્સુકતા આવી ગઇછે ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં ભાજપને મત આપી નરેન્દ્રમોદીને બીજીવાર વડાપ્રધાન બનવાની તક આપવા લોકોને આહવાન કરવામાં આવી રહ્યુ છે. પેપોળ ગામમાં વડગામ તાલુકા ભાજપના પ્રમુખ પ્રવિણસિંહ રાણા, જિલ્લા કિસાન સેલના અગ્રણી કાનજીભાઇ ચૌધરી, ઇન્ચાર્જ રામજીભાઇ ખસોર (મેગાળ) પ્રવિણભાઇ પરમાર,યુવા ભાજપના અગ્રણી રાજેશભાઇ જોષી,(પેપોળ)દીપકભાઇ પંડયા, જયંતિલાલ શ્રીમાળી,મફતલાલ શ્રીમાળી,જગદીશ શ્રીમાળી,ઉપેન્દ્ર પંડયા,સહીતના કાર્યકરો તેમજ આગેવાનો દ્રારા મેમદપુર જિલ્લા પંચાયત બેઠકમાં આવતા પેપોળ,મેમદપુર,મેગાળ, સહીત પાટણ લોકસભા મત વિસ્તારમા આવતા ગામડાઓમાં ખાટલા બેઠકો યોજીને ચુંટણી પહેલા ભાજપના આગેવાનો સક્રીય બની ગયા છે .

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code