ખુલાસો@સુરત: રેલવેના કર્મચારીએ જ રેલવે ટ્રેકના પેડલોક અને ફિશ પ્લેટ કાઢ્યાનું ખૂલતા ખળભળાટ

 
રેલવે

2 ફિશ પ્લેટ અને 71 પેડ લોક ખોલી દેવામાં આવ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ષડયંત્રમાં રેલવે કર્મી જ આરોપી નીકળ્યો છે. રેલવેના કર્મચારી સુભાષ પોદારે પ્રમોશન મેળવવા યોજના બનાવી હોવાનો મોટો ખુલાસો થયો છે. એનઆઇએની ટીમને સૌપ્રથમ સુભાષ ઉપર જ શંકા ગઇ હતી. ઘટના પ્રકાશમાં આવી તે પહેલા 3 ટ્રેન પસાર થઇ હતી. ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઇપણ શંકાસ્પદ વસ્તુ નજર નહોતી આવી. ઘટનાને પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે. સુભાષ પોદારે પોતે જ પેડ લોક કાઢ્યા હતા. સુભાષ પોદારે પ્રમોશન મેળવવા યોજના બનાવી હોવાનો મોટો ખુલાસો થયો છે.

એનઆઇએની ટીમને સૌપ્રથમ સુભાષ ઉપર જ શંકા ગઇ હતી. ઘટના પ્રકાશમાં આવી તે પહેલા 3 ટ્રેન પસાર થઇ હતી. ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઇપણ શંકાસ્પદ વસ્તુ નજર નહોતી આવી. કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી ત્યારે આ સત્ય બહાર આવ્યુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પણ આ ઘટના પર ખાસ નજર છે.પોલીસે સુભાષ પોદાર, મનિષ મિસ્ત્રી, શુભમ જયસ્વાલની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલા 3 પૈકી 2 રેલવેના કર્મચારીઓ જ છે. એવોર્ડ અને પ્રમોશન મેળવવા રેલવે કર્મચારીઓએ ષડયંત્ર રચ્યું હતુ.

સુભાષ પોદારે પોતે જ પેડ લોક કાઢ્યા હતા. 2 ફિશ પ્લેટ અને 71 પેડ લોક ખોલી દેવામાં આવ્યા હતા. સુરતના કીમ-કોસંબા રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લા મળ્યા હતા. એટલું જ નહીં 71 જેટલાં લોખંડના પેડ લોક પણ કાઢી દેવાયાનું સામે આવ્યું. જો કે પેટ્રોલિંગ કરી રહેલી રેલવે સુરક્ષા ફોર્સના ધ્યાને આ વાત આવી અને તાત્કાલિક ધોરણે ટ્રેક પર ટ્રેનનું આવાગમન રોકી દેવાયું હતુ. રેલવે સુરક્ષા ફોર્સની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી. ઝડપથી સમારકામ હાથ ધરીને રેલવે ટ્રેકને પૂર્વવત કરવા પ્રયાસો હાથ ધરાયા હતા.