ખળભળાટ@ડાંગ: આદીજાતી કચેરીના કરોડોના બીલોમાં કૌભાંડની આશંકા, ગ્રાન્ટ પાછી આપવા તૈયારી

 
Dang
બીલો મંગાવવાથી સરકારશ્રીના નાણાં હકીકતમાં ઉચાપત થતા અટકી શકે છે

ડાંગ સ્થિત મદદનીશ આદિજાતી અધિકારીની કચેરી દ્વારા અગાઉ ચૂકવેલ કરોડોના બીલો બાદ વધુ મસમોટી રકમના બીલો રજૂ થતાં ચોંકાવનારી રજૂઆત થઈ છે. વિદ્યાર્થીઓની સંખ્યા સામે ભૌતિક સુવિધાઓ માટે સરેરાશ 6 કરોડના બીલો શંકાસ્પદ બન્યા છે. જાગૃત નાગરિકે વિભાગના સચિવને પત્ર લખી તમામ બીલોનું પ્રિ-ઓડીટ કરવા માંગણી રજૂઆત કરી છે. સૌથી મોટો સવાલ થયો કે, ગણતરીના સમયમાં અધધધ...બીલો ભૌતિક સુવિધા માટે મૂક્યા તો અન્ય કચેરી/યોજનામાંથી પણ ગ્રાન્ટ આવતી રહે છે. ત્યારે આ ખરીદી/ખર્ચ દુબાર કરી સરકારના નાણાંકીય હીતોને નુકસાન પહોંચાડ્યું હશે કે કેમ તે તપાસનો વિષય બને તો મોટો ખુલાસો થાય તેમ છે. આ બાબતે હાલના અધિકારી વહીવટમા માસ્ટરી ધરાવતાં હોઈ અરજદારે પ્રિ-ઓડીટ વગર ચૂકવણી ના થાય તેની જોગવાઈ પણ ટાંકી છે. જાણીએ સમગ્ર અહેવાલ.

 

ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે આવેલી આદિજાતી અધિકારીની કચેરી દ્વારા ગણતરીના મહિનાઓમાં સરેરાશ 3 કરોડના બીલો ચૂકવ્યા પછી ફરી વધુ 2થી 3 કરોડના બીલો રજૂ થયા છે. આદિજાતિ હોસ્ટેલના વિદ્યાર્થીઓની ભૌતિક સુવિધાઓ પાછળ કરોડોનો ખર્ચ થયો હોઈ બીલો આધારે વિભાગ સમક્ષ ગ્રાન્ટની માંગ થઇ છે. હવે આ બીલો સામે ગંભીર આક્ષેપ સાથેની રજૂઆત/ફરિયાદ થતાં ચકચાર મચી ગઇ છે. વાંસદાના એક અરજદારે વિભાગના અધિક સચિવને રજૂઆત કરી છે કે, એપ્રિલથી ડીસેમ્બર સુધી 3 કરોડની ગ્રાન્ટ પૂરી કરી દેવાઈ છે અને તમામ ગ્રાન્ટ એક જ વેપારીને ચૂકવામાં આવી છે. આ બીલો બેથી ત્રણ વર્ષ જૂના હતા તો અત્યાર સુધી આ બીલો શા માટે બાકી રાખવામાં આવ્યા તે વિશે સવાલ ઉભો કર્યો છે. વધુમાં લખ્યું છે કે, એક વર્ષથી વધારે જૂના બીલો હોય તો સરકારશ્રીના નિયમ મુજબ પ્રિ-ઓડીટ કરાવવું જરૂરી છે. નીચેના ફકરામાં વાંચો કેમ છે આ નાણાંકીય રીતે ચિંતાજનક વિષય.

 


સૂત્રોએ જણાવ્યું હતું કે, જે બાકી બીલોની ચૂકવણી માટે ગ્રાન્ટની માંગ કરવામાં આવી છે. તેવા આહવા કચેરીના તમામ બીલો પ્રિ-ઓડીટ માટે વડી કચેરીએ માંગવામાં આવે તો સદર બીલો ખરેખર સાચા છે કે કેમ તેની પણ ખરાઈ થશે તેવી શક્યતા દર્શાવતા ખર્ચ શંકાસ્પદ બનતો જાય છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, વસ્તુ આપ્યા વગર જ લાખો કરોડોના બીલો જે તે અધિકારીના મેળાવિપણામાં બનાવી દીધા હોઈ શકે. કેમ કે, આદીજાતીના વિધ્યાર્થીઓની ભૌતિક સુવિધાઓ માટે ટીએસપી, વિકાસશીલ, તાલુકા, એમપી, સહિતના અનેક કક્ષાએથી ગ્રાન્ટ આવતી હોય છે. એટલે રજૂઆતકર્તા પ્રફુલ્લ પટેલે તમામ બીલોની ચુકવણી કરતા પહેલાં તમામ બાકી બીલોના પ્રિ-ઓડીટ માટે ધ્યાન દોરવામાં આવ્યું છે. એમ પણ રજૂઆતમાં જણાવ્યું છે કે, વડી કચેરી દ્વારા પ્રિ-ઓડીટ માટે બીલો મંગાવવાથી સરકારશ્રીના નાણાં હકીકતમાં ઉચાપત થતા અટકી શકે છે.


અમે ગ્રાન્ટ સરન્ડર : આદિજાતી વિકાસ અધિકારી


આ બાબતે અધિકારી જણાવ્યું હતું કે, હા 2 કરોડ આજુબાજુ ગ્રાન્ટ આવેલી છે પરંતુ અમે આ ગ્રાન્ટ સરન્ડર થઈ શકે.