ખુલાસો@રાજકોટ: મહાપાલિકાના TPO નું વધુ એક કારસ્તાન આવ્યું સામે, ભ્રસ્ટાચારના પૈસાથી બનાવ્યું 5 માળનું બિલ્ડિંગ
ભ્રષ્ટાચારના પૈસા અને સત્તાની ધોંસ બતાવી સાગઠીયાએ આ કૌભાંડ આચર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ અગ્નિકાંડના કેસમાં ધરપકડ કરવામાં આવેલ આરોપી ટીપીઓ સાગઠીયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. 75 હજારનો પગારદાર TPO ની ઘણી સંપતિનો ખુલાસો થોડા સમય પહેલા કરવામાં આવ્યો હતો. TPO સાગઠીયાએ હાઉસિંગ ક્વાર્ટ્સમાં ભ્રષ્ટાચારના પૈસાથી 5 માળનો બંગલો બનાવ્યો હતો.
આ મહાભ્રષ્ટએ નિયમોની ઐસીતૈસી કરીને 150 વારનો બંગલો ચણી નાખ્યાનો ખુલાસો થયો છે. TPO એ શિવશક્તિ કોલોની રુરલ હાઉસિંગ ક્વાર્ટઝમાં પાંચ માળીય ભ્રષ્ટાચારનો ટાવર ચણી નાખ્યો છે. આ બાબત અંગે વધુ એક ખુલાસો થયો હતો કે, પાડોશીઓના મકાનમાં તોડફોડ કરી આ બંગલો બનાવાયો હતો. બંગલાના નિર્માણમાં આ TDO એ પાડોશીના પતરાં તોડ્યા હતા અને જેના કારણે આજુબાજુના મકાનોમાં તિરાડો પડી ગઇ હતી. ભ્રષ્ટાચારના પૈસા અને સત્તાની ધોંસ બતાવી સાગઠીયાએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. TPO એ પાંચ માળનું બિલ્ડિંગ બનાવ્યું પણ 3-3 મીટરનું માર્જિન છોડવાનો નિયમ અવગણ્યો હતો.રાજકોટમાં અગ્નિકાંડના પાપીઓ પર રાજ્ય સરકારે કાર્યવાહીનો કોરડો વિંઝ્યો હતો. TPO મનોજ સાગઠિયા સહિત કુલ 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.