આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુરમાં બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપનીની પાંચમી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં કંપનીના હિસાબો રજૂ કરી ગત વર્ષની આવક જાવક અને નફાના આકડા રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે અનેક ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બનાસ કંપનીના ચેરમેન, ડીરેક્ટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કંપનીની પાંચમી વાર્ષિક સાધારણ સભામાં ખેડૂત સભાસદોને બોનસ આપવામાં આવતા 20 જેટલા લોકોને ટોકન રૂપે ચેક વિતરણ કરવામાં આવ્યાં હતા. પાંચમી વાર્ષિક સાધારણ સભામાં બે નવા મહિલા બીઓડી તરીકે વરણી કરવામાં આવી હતી. આ સાથે આગામી વર્ષે 25 લાખ નફાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લામાં કાર્યરત બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપનીની પાંચમી વાર્ષિક સાધારણ સભા રાધનપુર ખાતે મળી હતી. પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં રીલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં કાર્યરત બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપનીની સાધારણ સભામાં કંપનીના ચેરમેન કરશનજી જાડેજા દ્વારા બનાસ કંપની યાત્રા બતાવી આજની સાધારણ સભાનો હેતુ અને ઉદ્દેશ્ય બતાવ્યાં હતા. આ સાથે બનાસ કંપનીના ડિરેક્ટર બાબુજી ઠાકોર દ્વારા બનાસ કંપનીનું આગામી વર્ષનું આયોજન અને બિઝનેસ પ્લાન લોકો સમક્ષ રજૂ કરી શેર સભાસદોના અભિપ્રાય અને સહમતી મેળવી હતી. આ તરફ કંપનીના ડિરેક્ટર કનુભા પરમાર દ્વારા કંપનીના હિસાબો રજૂ કરી ગત વર્ષની આવક જાવક અને નફાના આકડા રજૂ કર્યા હતા. જેમાં ગત વર્ષ 2020-21માં 6.15 કરોડનું ટર્ન ઓવર અને 6.5 લાખનો ચોખ્ખો નફો થયો છે. તેમજ આવતા વર્ષના આર્થિક આયોજનમાં વર્ષ 2021-22ના પ્લાનમાં 10.25 કરોડનું ટર્ન ઓવર અને 25 લાખના નફા માટેનો પ્લાન પણ રજૂ કરવામાં આવ્યો હતો.

સૂત્રોઅ જણાવ્યું હતુ કે, પાછલા વર્ષોની કામગીરી અને પ્રગતીને જોતા કંપનીના ચેરમેન તરીકે આગામી બે વર્ષ માટે કરશનજી જાડેજાને, વાઇસ ચેરમેન તરીકે બાબુજી ઠાકોર, ખજાનચી તરીકે કનુભા પરમારને તેમજ અન્ય બોર્ડ ઓફ ડિરેક્ટરરોને પણ આગામી બે વર્ષ માટે ચાલુ રાખવા પ્રસ્તાવ મુકાયો હતો. જેને સભાસદોની મંજૂરી સાથે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. ત્યારબાદ બે નવા મહિલા બીઓડી તરીકે વિજયનગર ગામના ભાવનાબેન પુરોહિત અને ચલવાળા ગામના કૈલાશબેન ઠાકોરને સર્વાનુમતે વરણી કરીને ઠરાવ પસાર કર્યો હતો. બાબુજી ઠાકોર દ્વારા ખેડૂત સભાસદોને બોનસ આપવાની જાહેરાત કરી હતી. જેમાં કંપનીની ગત વર્ષની વાર્ષિક કમાણીમાંથી ત્રણ લાખ જેટલી રકમ કંપની સાથે જોડાયેલા અને કંપની સાથે કાયમી લેવળ દેવળનો વ્યવહાર કરતા સભાસદોને બોનસ રૂપે આપવાની જાહેરાત કરવામાં આવતા 20 જેટલા લોકોને ટોકન રૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code