ખુશી: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ હવેથી UPSCની તૈયારી કરી શકશે

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે IAS સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ હવેથી યુપીએસસીની તૈયારી પણ કરી શકશે. યુનિવર્સિટી અને જય જય ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે આ સ્ટડી સેન્ટર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ થશે. વિદ્યાર્થીઓ 24 કલાક રહીને અભ્યાસ કરી
 
ખુશી: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ હવેથી UPSCની તૈયારી કરી શકશે

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે IAS સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ હવેથી યુપીએસસીની તૈયારી પણ કરી શકશે. યુનિવર્સિટી અને જય જય ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે આ સ્ટડી સેન્ટર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ થશે. વિદ્યાર્થીઓ 24 કલાક રહીને અભ્યાસ કરી શકશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અભ્યાસ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા, ઇન્ટરવ્યુના આધારે સિલેક્શન કરવામાં આવશે. અત્યાર સુધીમાં 2500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત યુનિવર્સિટી ખાતે IAS સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવનાર હોવાથી 31 ઓગષ્ટનાં રોજ પ્રવેશ પરીક્ષાનું આયોજન પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરથી સિલેક્ટ થનારા વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ કરાવવામાં આવશે. યુનિવર્સિટી ખાતે મુંબઇ, કોલકાતા, પુણે અને બેંગ્લોરથી નિષ્ણાંતો માર્ગદર્શન આપવા માટે આવશે. વિદ્યાર્થીઓ મહત્તમ સફળતા પ્રાપ્ત કરે તેવા પ્રયાસો કરશે.