ખુશખબર@અમદાવાદ: કાંકરિયાને મેટ્રો સ્ટેશન મળ્યું, પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો
અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત હોય છે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત મેટ્રો અથવા અમદાવાદ મેટ્રો એ ભારતના અમદાવાદ અને ગાંધીનગર શહેર વચ્ચે સાર્વજનિક પરિવહન માટેની રેલવે સેવા છે.આ મેટ્રો રેલવે સેવામાં વધુ એક સ્ટેશન ઉમેરાયુ છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન શરુ થયુ છે.અમદાવાદમાં મેટ્રો રેલ સેવા શરુ તો થઇ ગઇ હતી, જો કે કાંકરિયા વિસ્તાર મેટ્રો સ્ટેશનથી વંચિત હોવાથી લોકો તેનો લાભ લઇ શકતા ન હતા.
હવે અમદાવાદ મેટ્રો રેલ સેવામાં વધુ એક સ્ટેશનનો ઉમેરો થયો છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન હવે મુસાફરો માટે કાર્યરત છે. કાંકરિયા સ્ટેશન પરથી મેટ્રો સેવા શરૂ થતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.તેનાથી મુસાફરોને ટ્રાફિક સમસ્યાથી પણ મુક્તિ મળી છે.
આ સ્ટેશન પરથી વિદ્યાર્થી, નોકરિયાત સહિત અનેક લોકોએ મેટ્રો સેવાની સફર માણી શકશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત હોય છે. જેમાં 12 મિનિટની અવધિ પર ટ્રેન સેવાનું સંચાલન થાય છે.