ખુશખબર@નવીદિલ્હી: સપ્તાહમાં 2 દિવસની રજા, મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ!

 
બેન્ક કર્મ ચારી

બેન્ક કર્મચારીઓના પગારમાં પણ વધારો સંભવ છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્ર સરકાર બેન્ક કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. સરકાર પ્રથમ છ મહિનામાં સપ્તાહના 5 કાર્યદિવસનું પ્રપોઝલ સ્વીકારી શકે છે. પ્રપોઝલ સ્વીકાર કરવા પર કર્મચારીઓને સપ્તાહમાં બે દિવસ રજા મળશે. આ સિવાય કર્મચારીઓના પગારમાં વધારો પણ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નાણા મંત્રાલયની મંજૂરી બાદ બેન્ક કર્મચારીઓને સપ્તાહમાં પાંચ કાર્યદિવસ મળવાની સંભાવના છે અને જૂનમાં પગારમાં વધારો થશે.વર્તમાનમાં બેન્ક શાખાઓ બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે.

લાંબા સમયથી સપ્તાહમાં બે દિવસની રજાની માંગ ઉઠી રહી છે પરંતુ હજુ સુધી તે પૂરી થઈ શકી નથી. પરંતુ હવે અનુમાન છે કે જલ્દી કર્મચારીઓને સપ્તાહમાં બે વીક ઓફ કે રજા મળશે.આઈબીએ અને બેન્ક કર્મચારી યુનિયનોએ પાછલા વર્ષે ભારતની દરેક જાહેર ક્ષેત્રની બેન્કો (પીએસબી) માં 17 ટકા પગાર વધારા માટે સમજુતી કરી હતી, જે 12449 કરોડ રૂપિયા હતી. જો કેન્દ્ર સરકાર દ્વારા પગાર વધારાને મંજૂરી આપવામાં આવે છે તો લગભગ 9 લાખ કર્મચારીઓને લાભ થશે.