સીને જગતઃ દીપિકાના ટીકટોક વીડિયોને કંગનાએ ગણાવ્યો અસંવેદનશીલ, માંફી માગવા કહ્યું

અટલ સમાચાર, ડેસ્ક બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણ છપાકની રીલિઝથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તે પછી જેએનયુ વિવાદ મામલે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાની વાત હોય કે હાલ ટિક ટોક વીડિયો વિવાદ મામલો. જેએનયુ વિવાદ પછી છપાકની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ એક ટિકટોક ચેલેન્જ આપીને ફસાઇ ગઇ છે. આ કારણે લોકો પણ દીપિકાને સંભળાઇ
 
સીને જગતઃ દીપિકાના ટીકટોક વીડિયોને કંગનાએ ગણાવ્યો અસંવેદનશીલ, માંફી માગવા કહ્યું

અટલ સમાચાર, ડેસ્ક

બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણ છપાકની રીલિઝથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તે પછી જેએનયુ વિવાદ મામલે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાની વાત હોય કે હાલ ટિક ટોક વીડિયો વિવાદ મામલો. જેએનયુ વિવાદ પછી છપાકની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ એક ટિકટોક ચેલેન્જ આપીને ફસાઇ ગઇ છે. આ કારણે લોકો પણ દીપિકાને સંભળાઇ રહ્યા છે. વધુમાં હવે આ વિવાદમાં બોલિવૂડની બીજી અભિનેત્રી કંગના રનૌત પણ પડી છે. કંગનાએ આ ટિકટોક વીડિયો મામલે અભિનેત્રી દીપિકા પાદુકોણને માફી માંગવાની વાત કહી છે.

ઉલ્લેખનીય છે કે દીપિકાના બર્થ ડેના દિવસે તેણે ટિકટોક વીડિયોમાં પોતાનું એકાઉન્ટ ખોલ્યું હતું. અને આજ ટિકટોક વીડિયોમાં અભિનેત્રીએ એક ચેલેન્જ આપી છે જેમાં એક મેકઅપ આર્ટીસ્ટ યુઝર્સને તેના ત્રણ લૂક કોપી કરવાના કહ્યા છે. જેમાં છપાકનો લૂક પણ સામેલ છે. જે પછી સોશિયલ મીડિયામાં લોકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવે આ વીડિયો પર કંગના રનૌત પણ ટિપ્પણી કરતા કહ્યું છે કે મારી બહેન રંગોલી પણ એસિડ અટેક સર્વાઇવર છે અને દીપિકાનો આ વીડિયો ચોંકવનારો છે. કંગનાએ આ વીડિયોને અસંવેદનશીલ જણાવીને કહ્યું કે દીપિકા પાસે આ વીડિયો કરવાનું કોઇ કારણ જરૂર હશે. પ્રોમોશન દરમિયાન ઇચ્છા વિના પણ ક્યારેય આવા અસંવેદનશીલ કામ આપણે કરી લેતા હોઇએ છીએ. આ અસંવેદનશીલતા માટે દીપિકાએ માફી માંગવી જોઇએ. ભૂલ માણસથી જ થાય છે. અને આ કોઇ મેકઅપ લુક નથી અને કોઇ પણ આ રીતનો લૂક લેવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે દીપિકાના ટિકટૉક વીડિયોને શેયર કરતા એક યુઝરે કહ્યું કે ના દીપિકા આ પ્રોમો સારો નથી. આ અસંવેદનશીલ અને ભયાવહ છે. ફિલ્મ તમારા મેકઅપ મામલે નહતી. આ જીવનથી આહત થયેલી મહિલાઓ અને પીડિત મહિલાઓ મામલે હતી. જેના નિશાન મેકઅપથી નથી જતા. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક 10 જાન્યુઆરીના રોજ રીલિઝ થઇ હતી. અને તે એક એસિડ અટેક સર્વાઇવરના જીવન પર આધારિત ફિલ્મ હતી. જો કે વિવાદોના કારણે આ ફિલ્મ પર મોટી અસર થઇ હતી. અને 10 દિવસમાં તેણે બોક્સ ઓફિસ પર જોઇએ તેવી કમાણી નથી કરી.