અટલ સમાચાર,અમદાવાદ
ગાયક કલાકાર કિંજલ દવેને ચાર બંગડી ગીત મામલે ગુજરાત હાઇકોર્ટે વચગાળાની રાહત આપી છે. કોમર્શિયલ કોર્ટે સ્ટે લગાવ્યા બાદ તેને પડકારવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત હાઇકોર્ટે હાલ પુરતો મૂકેલી સ્ટે દૂર કરી આગળની કાર્યવાહી ચાલુ રાખવા નકકી કર્યુ છે. હવેથી કિંજલ દવે કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામ કે જાહેર કાર્યક્રમોમાં આ ગીત ગાઈ શકશે.