કિંજલદવે@કેસ: લગ્નની મોર્ફ તસવીરો મુકનાર શખ્સ દોષમુક્ત જાહેર, સમાધાન કરાયુ

અટલ સમાચાર,અમદાવાદ ગુજરાતની યંગ અને ફેમસ સિંગર કિંજલ દવેની તસવીરો સાથે ચેડા કરી મોર્ફ કરીને તેને ઈન્ટરનેટ પર વાયરલ કરનાર યુવકને દોષ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે આ મામલામાં બંને પક્ષો વચ્ચે જ સમાધાન થઈ જતાં કોર્ટે ગત ૩ તારીખે નિર્ણય સંભળાવ્યો હતો. ઓગસ્ટ ૨૦૧૭માં
 
કિંજલદવે@કેસ: લગ્નની મોર્ફ તસવીરો મુકનાર શખ્સ દોષમુક્ત જાહેર, સમાધાન કરાયુ

અટલ સમાચાર,અમદાવાદ

ગુજરાતની યંગ અને ફેમસ સિંગર કિંજલ દવેની તસવીરો સાથે ચેડા કરી મોર્ફ કરીને તેને ઈન્ટરનેટ પર વાયરલ કરનાર યુવકને દોષ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે આ મામલામાં બંને પક્ષો વચ્ચે જ સમાધાન થઈ જતાં કોર્ટે ગત ૩ તારીખે નિર્ણય સંભળાવ્યો હતો.

કિંજલદવે@કેસ: લગ્નની મોર્ફ તસવીરો મુકનાર શખ્સ દોષમુક્ત જાહેર, સમાધાન કરાયુ

ઓગસ્ટ ૨૦૧૭માં કિંજલ દવેએ લગ્ન કરી લીધા હોય તેવી તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી. જોકે જે તે સમયે કિંજલએ લગ્ન કર્યા ન હતા. આ તસ્વીરો નીરજ મકવાણા નામના શખ્સ દ્વારા મોર્ફ કરી સોશીયલ મીડીયા પર અપલોડ કરી દેતા વાયરલ થઇ ગઈ હતી. કિંજલએ જયારે આ તસ્વીરો જોઈ ત્યારે તેણે પોલીસ ફરિયાદ કરી હતી.

કિંજલદવે@કેસ: લગ્નની મોર્ફ તસવીરો મુકનાર શખ્સ દોષમુક્ત જાહેર, સમાધાન કરાયુ

પોલીસએ ફરિયાદને પગલે તેની ધરપકડ કરી લીધી હતી. આ કેસ કોર્ટમાં ગયો હતો. નીરજ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારનો છે. તેણે આ અંગેની કોર્ટ સમક્ષ માફી માગી હતી અને કિંજલ સાથે સમાધાન કર્યું હતું.

કિંજલદવે@કેસ: લગ્નની મોર્ફ તસવીરો મુકનાર શખ્સ દોષમુક્ત જાહેર, સમાધાન કરાયુ

આરોપીએ કોર્ટમાં જણાવ્યું હતું પોતાની પત્ની સાથે ઝઘડો થયા બાદ તેણે આવેશમાં આવીને કિંજલ દવેની મોર્ફ કરેલી તસવીરો વહેતી મૂકી દીધી હતી. આવું કરવા પાછળનો તેનો બીજો કોઈ ઈરાદો ન હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો તેમજ સમાધાનની ફોર્મ્યુલાને માન્ય રાખીને કેસનો નિકાલ કર્યો હતો.