આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

ભારતીય કિસાન સંઘ દ્વારા મંગળવારે રેલી, સભા અને રાજયની તમામ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. આની સામે સોમવારે મોડી રાત્રે હત્યા બાદ મંગળવારે વહેલી સવારથી કચ્છ ભાજપના નેતાની હત્યા મિડિયામાં ધૂમ મચાવી રહી છે. જયંતી ભાનુશાળીની હત્યાથી ખેડૂતોનો અવાજ દબાઈ ગયો તે સંજોગો કે એક કાંકરે બે પક્ષી ?

દેશ સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લા મથકોએ ખેડૂતોનો અવાજ બુલંદ કરવા આયોજકોએ મંગળવાર નક્કી કર્યો હતો. આ દરમિયાન સોમવારે મોડી રાત્રે ભાનુશાળીની હત્યાથી રાજ્યમાં સતત રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાનુશાળીની હત્યા અને ખેડૂતનું હલ્લાબોલ એમ બે ઘટનાઓમાં સૌથી વધુ ચર્ચા હત્યાની થઈ રહી છે. આવા સંજોગોમાં રાજ્યના ખેડુતોનો અવાજ જાણે મિડિયામાં દબાઈ ગયો છે. જોકે ભારતીય કિસાન સંઘ દ્વારા મંગળવારે રેલી સુત્રોચ્ચાર અને સભા બાદ આવેદનપત્રનો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડી ખેડૂતોનો અવાજ બુલંદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભાનુશાળીની હત્યાની ઘટના સમાચાર અને સોશિયલ મીડિયામાં ટોપમાં રહી છે. જયારે કારની હાલાકીનો સામનો કરતા ખેડૂતોનો અવાજ મંગળવારે હાંસિયામાં ધકેલાઈ ગયો કે ધકેલવા સવારની મોડી રાત્રી નક્કી કરવામાં આવી ?ઉલ્લેખનીય છે કે મહત્વની ઘટના સામે ઘણીવાર અન્ય કોઈ ઘટના અકસ્માતે કે જાણી જોઇ સર્જાવાથી ઓછું નુકસાન થવાની ગણતરીઓ રાખવામાં આવતી હોય છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code