આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મંગળવારે રાષ્ટ્રના ધરતીપુત્રો વહીવટી તંત્રને આવેદનપત્ર આપશે. દરેક જિલ્લા કલેકટર કચેરીએ ખેડૂતો જીએસટી ઘટાડવાથી લઇ વિવિધ રજૂઆતો સાથે ઉમટી પડશે. જેને લઇ રાજ્ય અને કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે

દેશની દરેક જિલ્લા કલેકટર કચેરીએ મંગળવારે એકસાથે ખેડૂતોનો પડઘો પડવાનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. દેશભરમાં ખેડૂતોની સ્થિતિને લઇ વહીવટીતંત્ર મારફત કેન્દ્ર-રાજ્ય સરકારને ઘોર નિદ્રામાંથી જગાડવા ખેડૂતોએ નક્કી કર્યું છે. ભારતીય કિસાન સંઘ દ્વારા મંગળવારે સવારે રેલી, સભા, સૂત્રોચ્ચાર બાદ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પાક વીમો મરજીયાત કરવા, કૃષિ યંત્ર ઉપરનો જીએસટી 5% કરવા અથવા સંપૂર્ણ દૂર કરવો, સબસિડી-રિબેટ તાત્કાલિક મંજુર કરવા, કૃષિ ચીજવસ્તુઓની ખરીદીમાં પારદર્શકતા વધારવી, માત્ર દિવસે પાણી આપવા તેમજ સંપાદન-વળતર સહિતના મુદ્દે ખેડૂતો શાંતિપૂર્વક રીતે રજૂઆત કરવા જઈ રહ્યા હોઇ રાજકીય ગરમાવો આવી ગયો છે.

20 Oct 2020, 5:48 AM (GMT)

COVID-19 Global Stats

40,887,991 Total Cases
1,126,525 Death Cases
30,491,489 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code