farmer
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

કેન્દ્ર સરકારે તાજેતરમાં કિસાન નિધિ યોજના જાહેર કર્યા બાદ લાભાર્થી ખેડૂત પરિવારોનાં બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવામાં આવી રહી છે. ઓનલાઈન ફોર્મ ભરાવી કામગીરી આટોપી લેવા પંચાયત આલમના કર્મચારીઓ દોડધામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણી પૂર્વે પ્રથમ હપ્તો ખેડૂતોને આપી દેવાની ગણતરીઓ મંડાઈ છે.

વડાપ્રધાન કિસાન નિધિ મુજબ બે હેક્ટરની મર્યાદાવાળા ખેડૂત કુટુંબનો સંપર્ક કરી તાલુકા પંચાયત દ્વારા ફોર્મ ભરાવવાનું ચાલુ છે. શરૂઆતમાં 17 ફેબ્રુઆરી બાદ હવે 20 ફેબ્રુઆરી સુધી મોટાભાગની કામગીરી પૂર્ણ કરી લેવા સૂચના છે. આવી સ્થિતિમાં કર્મચારીઓ રાત-દિવસ ડેટા એન્ટ્રી કરવા-કરાવવા મથી રહ્યા છે.

કેન્દ્રની ભાજપ સરકાર આગામી 22 ફેબ્રુઆરી દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા કરાવી તેનું લોન્ચિંગ કરવાની તૈયારીમાં છે. આથી દેશભરના લાભાર્થી પૈકી વધુને વધુ ખેડૂતોની અરજી પૂર્ણ કરવાનું પુરજોશમાં ચાલુ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારો વિવિધ પ્રશ્નો સામે ઝઝૂમતા ખેડૂતોનો રોષ જોઈ રહી છે. આથી કિસાન નિધિની પ્રથમ હપ્તાની રકમ જમા કરાવી ચૂંટણી દાવ ખેલી લીધો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code