હરસોલની આંગણવાડીના ભૂલકાઓને પતંગ વિતરણ

અટલ સમાચાર, તલોદ તલોદ તાલુકામાં આવેલ હરસોલ ગામની આંગણવાડીમાં આજે નાના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ નાના બાળકોને ચીક્કી પણ આપવામા આવી હતી. હરસોલ ખાતે આવેલ સૌથી જૂની આંગણવાડીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રહલાદભાઈ નામદેવરાવ અને તેમની પત્ની સુનિતા બેન તરફથી હરસોલ ગામની આંગણવાડીના નાના બાળકોને પતંગ વિતરણ કરવામાં
 
હરસોલની આંગણવાડીના ભૂલકાઓને  પતંગ વિતરણ

અટલ સમાચાર, તલોદ

તલોદ તાલુકામાં આવેલ હરસોલ ગામની આંગણવાડીમાં આજે નાના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ નાના બાળકોને ચીક્કી પણ આપવામા આવી હતી. હરસોલ ખાતે આવેલ સૌથી જૂની આંગણવાડીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રહલાદભાઈ નામદેવરાવ અને તેમની પત્ની સુનિતા બેન તરફથી હરસોલ ગામની આંગણવાડીના નાના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સાથે જ આંગણવાડીના બાળકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે  ગળ્યુ મોં કરાવવા ચીક્કિનુ પણ વિતરણ દવે ગીરીશભાઈ દેવપ્રસાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે ઉત્તરાયણ પર્વની સૌ કોઈ નાના બાળકોને શુભેચ્છા પાઠવી હતી.  આંગણવાડીના ૪૦ જેટલા બાળકો ને પતંગ આપવામાં આવ્યા ત્યારે બાળકોમા ખુશીની લાગણી છવાઈ જવા પામી હતી.  આંગણવાડીના કાર્યકર બહેન, તેડાગર બહેને બાળકોને પતંગ વિતરણ કરતા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.