ગુજરાતઃ કેસર કેરીની ઉત્પત્તિ ક્યાં અને કેવી રીતે થઇ, જાણો ઇતિહાસ

અટલ સમાચાર, ડેસ્ક ફળોમાં રાજા ગણાતી કેરીનું નામ સંભાળતા જ દરેકના મનમાં પાણી આવી જાય છે અને એમાંય ખાસકરીને કેસર કેરીના નામથી સૌ કોઈ પરિચિત હોય છે. આ કેસર કેરીનો ઇતિહાસ શું છે તે અત્યાર સુધીતમે લોકોએ નહિ સાંભળ્યો હોય. તો આજે અમે તમને કેસર કેરીનો ઇતિહાસ વિશે જણાવવા જઈ રહ્યાછીએ. કેસર કેરીનો ઇતિહાસ ખૂબ
 
ગુજરાતઃ કેસર કેરીની ઉત્પત્તિ ક્યાં અને કેવી રીતે થઇ, જાણો ઇતિહાસ

અટલ સમાચાર, ડેસ્ક

ફળોમાં રાજા ગણાતી કેરીનું નામ સંભાળતા જ દરેકના મનમાં પાણી આવી જાય છે અને એમાંય ખાસકરીને કેસર કેરીના નામથી સૌ કોઈ પરિચિત હોય છે. આ કેસર કેરીનો ઇતિહાસ શું છે તે અત્યાર સુધીતમે લોકોએ નહિ સાંભળ્યો હોય. તો આજે અમે તમને કેસર કેરીનો ઇતિહાસ વિશે જણાવવા જઈ રહ્યાછીએ. કેસર કેરીનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે.

કેસર કેરીનું ઉત્પત્તિ સ્થાન જુનાગઢ જિલ્લાના વંથલીકાંઠે આવેલ ઓજત નદીના કાંઠે ખેતરો છે. જ્યાં ખેડૂતોના ખેતરમાં દરેક ફળ કરતાં અલગ ફળ દેખાયું હતું. જેથી ત્યાંના ખેડૂતોએ જૂનાગઢના રાજાના દિવાન સાલેભાઈને વાત કરી હતી અને 60 વર્ષ સુધી આ સાલેભાઈની આંબડીના નામથી કેરી ઓળખાતી હતી. ત્યારબાદ જૂનાગઢના નવાબે તેમના ખેતીવાડી વિભાગના અધિકારી આઈગંરને તપાસ કરવાનો આદેશ કર્યો હતો. જેથી આઈગંરે સાલેભાઈને મળી સમગ્ર હકીકતથી માહિતગાર થયા હતા. બાદમાં આઈગંરે જૂનાગઢના ભવનાથમાં આવેલ લાલઢોરી, સક્કરબાગ, સરદાર બાગ સહિતના નવાબનાહસ્તકના બાગોમાં 90 જેટલી કલમોનો વાવેતર કરાવ્યું હતું. જેમાંથી 75 કલમો ઊગી હતી બાદમાં આ કલમમાં આવેલ ફળો જૂનાગઢના નવાબ મહંમદખાન ત્રીજાને સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેથી મહંમદખાન ત્રીજાએ પોતાના દરબારીઓ સમક્ષ કેરીના ફળને ચાખવા માટે રજૂ કર્યું હતું જેમાં સાલેભાઈની આંબડી કરતાં પણ વધુ મીઠાશ લાગી હતી અને તેનો વધુ પડતો કેસરી કલર કેસર જેવો ફ્લેવર ઓછા રેસા હોવાથી જૂનાગઢના નવાબ મહંમદખાન ત્રીજાએ 25 મે 1934ના રોજ આ કેરીના ફળને કેસર કેરીનું નામ આપ્યું હતું. બાદમાં સૌરાષ્ટ્રના તમામ સ્ટેટમાં કેસર કેરીની કલમો મોકલાવી હતી અને શિવરાત્રિના મેળા દરમિયાન ખેડૂતોને કેસર કેરીની કલમોનું વિતરણ પણ કરી કેસર કેરીની જાતને પ્રખ્યાત કરી હતી.

કેસર કેરીને કૃષિ યુનિવર્સિટીએ જીયોગ્રાફી ઇન્ડીકેશન પણ કરાવેલી છે તે એક પ્રકારની પેટન જેવી જ વ્યવસ્થા છે. જેથી તેને કાયદાકીય રક્ષણ મળી શકે. ગીર કેસર મેંગો નામે જીયોગ્રાફી ઇન્ડિકેટ કરાવવાથી તાલાળા કે ગીરની કેસર સિવાય કચ્છ કે વલસાડની કેરીને તાલાળાની કેરી તરીકે વેચવી એ પણ ગુનો બને છે. કેસર કેરી માટેનો લોગો પણ બની ચુક્યો છે. કેસર કેરીના 185 GI નંબર અને લોગો બનાવાયો છે. આમ લોકો કેસર કેરી ખાઈને એક અલગ જ સ્વાદની અનુભૂતિ કરતા હોય છે.