આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંઘ રાવતે એવું નિવેદન કર્યુ છે કે, ગાય એક જ એવું પ્રાણી છે કે,તે ઓક્સિજન છોડે છે. જેમને શ્વાસની તકલીફ હોય તેમણે ગાયનો મસાજ કરવો જોઇએ.

ઉત્તરાખંડનાં મુખ્યમંત્રીનો આ નિવેદન આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ગાયના દૂધમાં અને ગૌમૂત્રમાં ઔષધીય ગુણો રહેલા છે.

તેમણે એવો પણ દાવો કર્યો કે, જો તમને ટીબી નો રોગ થયો હોય અને તમને ગાયની બાજુમાં રહો તો ટીબી મટી જાય છે.

થોડા દિવસો પહેલા ઉત્તરાખંડ ભાજપનાં પ્રમુખ અને નૈનિતાલનાં સાસંદ અજય ભટ્ટે એવો દાવો કર્યો હતો પ્રસૂતા જો ગરુડ નદીનું પાણી પીવે તો તેમને સિઝેરિયન કરવવાની જરુર પડે નહીં.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code