જાણકારીઃ લાંબા સમય સુધી બગડે નહિ તેવી રસોઇ રાંધણછઠે બનાવો

અટલ સમાચાર, (કિરણબેન ઠાકોર) ફરસી પુરી બનાવવાની સામગ્રી : ૨પ૦ ગ્રામ મેંદો ૧૦૦ ગ્રામ ઘી મોણ માટે તળવા માટે ઘી પ૦૦ ગ્રામ ખાંડ ફરસી પુરી બનાવવાની રીત : સૌ પ્રથમ મેંદામાં ૧૦૦ ગ્રામ ઘી નું મોણ નાખી અડધો કલાક માટે રહેવા દો, પાણીથી તેનો મિડિયમ લોટ બાંધી લો. આ લોટને સારી રીતે મસળી તેના પાંચ
 
જાણકારીઃ લાંબા સમય સુધી બગડે નહિ તેવી રસોઇ રાંધણછઠે બનાવો

અટલ સમાચાર, (કિરણબેન ઠાકોર)

ફરસી પુરી બનાવવાની સામગ્રી :

૨પ૦ ગ્રામ મેંદો

૧૦૦ ગ્રામ ઘી મોણ માટે

તળવા માટે ઘી

પ૦૦ ગ્રામ ખાંડ

ફરસી પુરી બનાવવાની રીત :

સૌ પ્રથમ મેંદામાં ૧૦૦ ગ્રામ ઘી નું મોણ નાખી અડધો કલાક માટે રહેવા દો, પાણીથી તેનો મિડિયમ લોટ બાંધી લો. આ લોટને સારી રીતે મસળી તેના પાંચ થી છ મોટા લુઆ પાડી લો, હવે એક લુઆ ને લઈ ને તેની મોટી રોટલી વણી લો, તેમાં વેલણની મદદ થી ખાડા કરીને તેમા ઘી લગાવી ઉપરથી મેંદાને ભભરાવવી તેનો રોલ કરીને ગોલ ગોલ કાપીને ઢાંકી દો, આવી રીતે પ્રત્યેક લુઆ ને કાપી લો,

જાણકારીઃ લાંબા સમય સુધી બગડે નહિ તેવી રસોઇ રાંધણછઠે બનાવો
file photo

આ લુઆ ને એવી રીતે વણીને પૂરી બનાવો કે ઉપર રોલ કરેલો ભાગ આવે, દરેકની નાની નાની પુરી વણીને ઘીમાં ધીમા તાપે તળી લો, તળ્યાં પછી દરેકનાં પડ ઉપસી આવશે.જાણકારીઃ લાંબા સમય સુધી બગડે નહિ તેવી રસોઇ રાંધણછઠે બનાવોઆ પુરી ને એક એક કરીને બે તારી ચાસણીમાં નાંખીને કાઢી લો. ઠંડી થયા પછી સર્વ કરો.જાણકારીઃ લાંબા સમય સુધી બગડે નહિ તેવી રસોઇ રાંધણછઠે બનાવો

બાજરીના વડાની સામગ્રી :

1. બાજરા નો લોટ1 1/2 કપ
2. લાલ મરચું1 નાની ચમચી
3. હળદર1/2 નાની ચમચી
4. ધાણાજીરું1 નાની ચમચી
5. તલ1 ચમચી
6. તેલ2 કપ તળવા માટે
7. કોથમીર1 કપ ઝીણી સમારેલી.
8. દહીં1 મોટી ચમચી
9. મીઠું2 નાની ચમચી
10. પાણી1/2 કપ લોટ બાંધવા માટે

બાજરીના વડા બનાવવાની રીત:

– સૌપ્રથમ એક વાડકામાં બાજરા નો લોટ લો.
– તેમાં મરચું, હળદર,દહીં, તલ, કોથમીર કે લીલા ધાણા અને સ્વાદાનુસાર મીઠું ભેળવો.
– આ મિશ્રણ માં ધીમે ધીમે પાણી મેળવતા જાઈ ને લોટ બાંધો.
– બાજરા ના લોટના નાના પૂરી જેટલા ગોળાકાર લુવા પાડી લો. હવે આ ગોળાકાર લુવા ને બંને હથેળી માં જરાક દબાવી ને લંબગોળાકાર પેટીસ જેવો આકાર આપો.

જાણકારીઃ લાંબા સમય સુધી બગડે નહિ તેવી રસોઇ રાંધણછઠે બનાવો
file photo

– હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ બરાબર ગરમ થયું છે કે નહિ તે ચકાસી લો.
– તેલ ગરમ થઇ ગયું હોય તો તેમાં બાજરાના વડા તળવા. વડાને તળીને પ્લેટમાં કાઢી લો.
– તમારા સ્વાદિષ્ટ બાજરાના વડા તૈયાર છે.
– તેને ટામેટા સોસ, લીલી ચટણી કે ગરમા ગરમ ચા સાથે સર્વ કરવું.