nagindash
નગીનદાસ
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, અમદાવાદ

70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશના 112 નાગરીકોને પદ્મ પુરસ્કારની સન્માનીત કરવાની જાહેરાત ભારત સરકારે કરી હતી. 112 ભારતીય નાગરીકોમાં સ્થાન મેળવનાર 8 ગુજરાતીઓ અને એક એનઆરઆઈ ગુજરાતી સહિત 8 લોકોને પદ્મશ્રી, પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે.

anil naik
અનીલ નાઈક

ત્યારે L&Tના ગ્રુપ ચેરમેન અનિલ નાઈકને પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે. જેઓ વર્ષ 1965માં જુનિયર એન્જિનિયર તરીકે L&Tમાં જોડાનારા અનિલ નાઈકે ગ્રુપ ચેરમેન સુધીનું પદ મેળવ્યું છે. આ સંસ્થામાં જ તેમણે મેનેજિંગ ડાયરેક્ટર, સીઈઓ, ચેરમેન, એક્ઝિક્યુટિવ ચેરમેન, અને ગ્રુપ ચેરમેન સુધીની પદવીઓ મેળવી હતી. ગુજરાતમાંથી જ એન્જિનિયરનું શિક્ષણ મેળવનાર અનિલ નાયકના કારણે એલ એન્ડ ટીએ ડિફેન્સ સહિતા અનેક મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં હરણફાળ ભરી હતી. ગુજરાતના આ પનોતા પુત્રને અનેક માનદ પદવીઓ મળેલી છે, જેમાં ડેન્માર્કના માનદ કોન્સુલ જનલરની પદવીનો પણ સમાવેશ થાય છે. અનિલ નાઈકે પોતાની સંપતિના 75 ટકા સંપતિ સામાજિક કાર્યો અને, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે ઉપયગોમાં લેવાનો નિર્ધાર કર્યો છે. વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા અનિલ નાઈકને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

abul garu khatri
અબુલ ગફુર ખત્રી (all photo desk)

70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા પદ્મ એવોર્ડમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોને તેમના પ્રદાન માટે પદ્મ એવોર્ડ એનાયત કરાયા છે. ચિત્ર અને કળામાં કચ્છના નીરોણાના ખત્રી પરિવારનું અનેરૂ પ્રદાન છે. આ પરિવારે 300 વર્ષની જુની રોગાન કળાને જીવીત રાખી છે. આ કળાને આજના યુગમાં જીવંત રાખનાર આ પરિવારના વડા અબ્દુલ ગફુર ખત્રીને પદ્મ શ્રી એનાયત કરાયો છે. પરિવાર મૂળ પર્શિયા અને પાકિસ્તાનથી આવેલી રોગાન કળાને વરેલો છે.  તેમની કલાકારી દેશ વિદેશમાં ચિત્રોથી લઈને વસ્ત્રોના મારફતે જાણીતી થઈ છે. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા જ્યારે ભારતની મુલાકાતે આવેલા ત્યારે વડા પ્રધાન મોદીએ તેમને અબ્દુલ ગફુર ખત્રી દ્વારા તૈયાર કરાયેલા રોગન આર્ટનું ચિત્ર ભેટમાં આપ્યું હતું.
અબ્દુલ ગફુર ખત્રીએ તેમના પિતા પાસેથી રોગાન કળા શીખી હતી. આ પરિવાર 46 વર્ષથી રોગાન કળા સાથે જોડાયેલા છે. અબ્દુલ ગફાર ખત્રીને વર્ષ 1987માં રોગાન કળા બદલ નેશનલ એવોર્ડ મળ્યો હતો.

yoti bhatt
જ્યોતિ ભટ્ટ

જાણીતા ચિત્રકાર જ્યોતી ભટ્ટને ચિત્રકળા માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલ છે. જ્યોતિ ભટ્ટનો જન્મ વર્ષ 1934માં ભાવનગરમાં 12મી માર્ચે થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાંથી પેઇન્ટિંગ અને પ્રિન્ટમેકિંગની ડિગ્રી મેળવ્યા બાદ જ્યોતિ ભટ્ટે વનસ્થલી વિદ્યાપીઠ રાજસ્થાન ઉપરાંત ઈટલી, યુકે, અને યુએસની વિવિધ સંસ્થાઓમાંથી મ્યૂરલ, ફ્રેસ્કો, અને પ્રિન્ટમેકિંગની વિવિધ તકનિકો શીખી હતી. ગ્રામિણ અને આદિવાસી જીવનને કેમેરે કંડારી અને તેમને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં તેમનું મહત્ત્તપૂર્ણ યોગદાન હતું. તેઓ 70ના દાયકામાં લુપ્ત થતી જતી કળાઓના ડૉક્યુમેન્ટેશનમાં જોતરાયા હતા. તેમણે દેશના આદિવાસી વિસ્તારોને ખુંદીને આદિવાસીઓના ઘરોમાં જઈને તેમણે લુપ્ત થતી જતી કળાઓનું ડોક્યુમેન્ટેશન કર્યું હતું. વર્ષ 1967માં ભારતીય વિદ્યાભવન મુંબઈ દ્વારા જ્યોતિ ભટ્ટને ગુજરાતના લોકજીવનનું ડોક્યુમેન્ટેશન કરવાનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં તેમણે ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં ફરી અને કચ્છની કળાઓથી લઈને બાંધણી સુધી અને શરીરના છૂંદણાઓથી લઈને વિવિધ હસ્તકળાઓની ફોટોગ્રાફી કરી હતી. જેઓને દેશ વિદેશમાં 50થી વધુ પ્રદર્શનો યોજાયા છે અને તેમને અનેક એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.

pravin goradhan
પ્રવિણ ગોરધન

ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા એવોર્ડમાં ગુજરાતની મૂળ અને સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા પ્રવિણ ગોરધનને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. ગોરધન રિપબ્લિક ઑફ સાઉથ આફ્રિકાના મિનિસ્ટર ઑફ પબ્લિક એન્ટરપ્રાઇઝનો હોદ્દો ધરાવે છે. 70માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. આ એવોર્ડમાં જુદા જુદા ક્ષેત્રોમાં પ્રદાન કરનાર ગુજરાતીઓને તેમણે કરેલા પ્રદાન બદલ પદ્મ એવોર્ડથી નવાજવામાં આવેલ. ગુજરાતી મૂળના અને રિપબ્લિક ઑફ સાઉથ આફ્રિકાના મિનિસ્ટર ઑફ પબ્લિક એન્ટરપ્રાઇઝ પ્રવીણ ગોરધનને પબ્લિક અફેર્સ ક્ષેત્રમાં તેમણે આપેલા પ્રદાન માટે પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનીત કરાયા. સાઉથ આફ્રિકામાં મનિસ્ટરના પદ સુધી પહોંચનારા ગુજરાતી પ્રવિણ ગોરધન આફ્રિકામાં સ્થાયી થયેલા ગુજરાતી મૂળના પ્રવિણ ગોરધન સ્વભાવે આંદોલનકારી હતા. વર્ષ 1970 થી 80ના દશકમાં પ્રવિણ ગોરધને અનેક ચળવળોમાં ભાગ લીધો હતો. ફાર્માસિસ્ટ તરીકેની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ડરબનની કિંગ એડવાર્ડ 7માં હૉસ્પિટલમાં વર્ષ 1974થી 1981 સુધી કામ કર્યું હતું.  પ્રવિણ ગોરધને વર્ષ 1994માંમાં સાઉથ આફ્રિકાની સંસદમાં પ્રવેશ કર્યો અને વર્ષ 1998 સુધી સાંસદ તરીકે સેવા આપી હતી. વર્ષ 2009માં પ્રથમ વખત તેઓ નાણા મંત્રી બન્યા હતા જ્યારે વર્ષ 2018માં તેમણે પબ્લિક એન્ટરપ્રાઇઝ મિનિસ્ટર તરીકે પદભાર સંભાળ્યો હતો.

nagindash
નગીનદાસ

પ્રોફેસર નગીનદાસ સંઘવીનો જન્મ વર્ષ 1920માં થયો હતો. દેશ આઝાદ થયો ત્યારે વર્ષ 1947માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. મુંબઈની જાણીતી કૉલેજોમાં આશરે ત્રણ દાયકા સુધી પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવનારા સંઘવીએ નિવૃતી બાદ વિવિધ સામયિકો અને જર્નલોમાં લખવાની શરૂઆત કરી હતી. ગુજરાતને કેન્દ્રમાં રાખીને નગીનદાસ સંઘવીએ રાજકીય વિશ્વલેષણનું લેખન કરવાની શરૂઆત કરી હતી. નગીનદાસ સંઘવીએ ગાંધીજી વિશે લખેલા પુસ્તકોને ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. વર્ષ 1996માં રાજ્ય સરકાર દ્વારા નગીનદાસ સંઘવીને ‘બેસ્ટ કોમેન્ટેટર ઓન પોલિટકલ ઇશ્યુ’ના સન્માનથી નવાજ્યા હતા. પ્રો. સંઘવી મેડિસીનના વિસ્કોન્સીનમાં પ્રતિ વર્ષ યોગ અને તેને સંલગ્ન વિષયો વિશે શિક્ષણ આપવા ભાગ પણ લે છે.

mukta dagli
મુક્તા ડગલી

મુક્તા ડગલી કે જેઓ દિવ્યાંગો માટે કામ કરે છે. તેમને પણ પદ્મશ્રી આપી ભારત સરકારે સન્માનીત કર્યા છે. જેઓ સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ ખ્યાતિ પ્રાપ્ત છે.

bimal patel
બિમલ પટેલ

આર્કિટેકલ્ચર ક્ષેત્રે ઉચ્ચતમ કામગીરી બદલ બિમલ પટેલને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે.

બિમલ પટેલ અમદાવાદમાં રહે છે અને તેમનો વ્યવસાય પન ત્યાં જ ચલાવે છે. તેઓ આ જ શહેરમાં મોટા થયા છે અને આ શહેરની સંસ્કૃતિથી પ્રભાવિત થયા છે. તેઓએ સ્કુલ ઑફ આર્કીટેક્ચર, સેન્ટર ફોર પ્લાનીંગ ઍન્દા ટેક્નોલોજી , સેપ્ટેમ્બરમાં ૧૯૭૮થી ૧૯૮૪ સુધી અભ્યાસ કર્યો હતો. ૧૯૮૧માં તેઓ જર્મનીના સ્ટુટગાર્ટની ઈન્સ્ટીટ્યુટ ઑર લાઈટવેટ સ્ટ્રક્ચર્ચમાં અભાસ કર્યો. ત્યામ્રહેતા રહેતાં ભણવાનો અને કામ કરવાના અનુભ સાથે તેમણે પશ્ચિમ યુરોપ ફર્યા. તેમણે ૧૯૮૪માં સેપ્ટથી આર્કીટૅક્ચરમાં ડિગ્રી મેળવી અને ૧ વર્ષમાં અમદાવાદ કામ કર્યું. ત્યાર બાદ તેઓવધુ અભ્યાસ માટી બર્કલી ગયા. ત્યાં તેમણે કોલેજ ઑફ એનવાયર્મેંટ ડિઝાઈન, CED માં વધુ અભ્યાસ કરી તેમણે ૧૯૮૮માં M.Arch. અને M.C.P. ડીગ્રી મેળવી અને ૧૯૯૫માં તેમણે ડીપાર્ટમેંટ ઑફ સીટી ઍન્ડ રીજનલ પ્લાનીંગ થી Ph.D.ની ડિગ્રી મેળવી.

vallab vavniya
વલ્લભભાઈ

જુનાગઢનમાં રહેતા વલ્લભભાઈનું ભણતર ખુબ ઓછુ પણ કોઠાસૂઝ ખુબ મોટી. માત્ર પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કરેલા વલ્લભભાઇ પોતાના પિતા સાથે ખેતીનું કામ કરતા અને ત્યારે તેમણે ગાજરની ખેતી કરવી તેવો વિચાર આવતા ગાજરની ખેતી શરુ કરી અને પોતે પિતાના ઈન્કાર છતાં ગાજર લઇ માર્કેટમાં વેચવા ગયા ત્યાં તે જમાનામાં રૂપિયા 12ની આવક થઇ ત્યારે સાૈ વિચારમાં પડી ગયા ત્યાર બાદ દસ વર્ષ માત્ર ગાજરની ખેતી કરી ખેડૂતોને સમજાવ્યા આજે તેમના ગાજરની વિદેશમાં પણ ખુબ માંગ છે.  ૧૯૪૩થી ખેતી સાથે સંકળાયેલ છે. શાકભાજી નવાબ જે લંગર ચલાવતા તેમાં જતા અને ઈસ્માઈલ કરીને તેનો એક કર્મચારી હતો તેને દ્વારા મારો હિસાબ થતો હતો. બાદમાં ભારત આઝાદ થતા નવાબ પાકિસ્તાન જતા રહ્યા અને આજે પણ વલ્લભભાઈ લેણી રકમ રુપે રુપિયા ૪૨ બાકી છે. એટલે કે નવાબ  પાસે 42 રુપિયા માંગે છે.  95 વર્ષે પણ સંતાનોને ખેતીમાં ઉપયોગી થઈ રહ્યા છે. આ ઉંમરે એવોર્ડ મળતા તેઓ ખુશ જણાઈ રહ્યા છે.

 આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code