આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,જુનાગઢ

કોડીનારનાં દેવળી ગામે આજથી વર્ષો પહેલા કારડીયા રાજપૂત સમાજમાં જન્મેલા વીર સપૂત દેદાબાપાની મૂર્તિ અનાવરણ પ્રસંગે રાજસ્થાનથી તૈયાર થઇ આવતી દેદાબાપાની મૂર્તિનું ભવ્ય સ્વાગત કોડીનારના પેઢાવાડા ગામે કરવામાં આવ્યું હતું. પેઢાવાડાથી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ૪ કીલોમીટર લાંબી આ ભવ્ય શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં કારડીયા રાજપૂત સમાજના યુવાનો જોડાયા હતા. આ સાથે બાઇક રેલી પણ યોજાઇ હતી. ૮ હજાર બાઇક અને ૩૦ હજાર યુવાનો આ રેલીમાં જોડાતા કોડીનાર વેરાવળ હાઇવે ભગવા રંગે રંગાયો હતો. વિશાળ અને ભવ્ય બાઇક રેલીમાં કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી, માજી સાંસદ દીનુભાઇ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય ધીરસિંહભાઇ બારડ સહિત અનેક અગ્રણીઓ જોડાયા હતા.

કોડીનાર શહેર તેમજ તાલુકો ભકિત અને શકિતના રંગે રંગાઇ ગયો હતો. અહીં કારડીયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનારનાં દેવળી (દેદાની) ગામે આગામી ૧૦ તારીખે વીર દેદા બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિમિતે આજે વિશાળ શોભાયાત્રામાં બાઇક રેલી યોજવામાં આવી હતી. જેમાં કારડીયા રાજપૂત સમાજનું શકિત પ્રદર્શન જોવા મળ્યું હતું. આ બાઇક રેલી સાથે ગુજરાત કરણી સેના અધ્યક્ષ પણ જોડાયા હતા. કારડીયા રાજપૂત સમાજમાં જન્મેલા વીર સપૂત દેદાબાપાની પ્રતિમા અનાવરણ પ્રસંગે નીકળેલી ભવ્ય શોભાયાત્રા સ્વરૂપ રેલીનાં આકાશી દ્રશ્યાઓ અનેરૂ આકર્ષણ જગાવ્યું હતું. ૪ કિલોમીટર લાંબી બાઇક રેલીને લઇ ગીર સોમનાથ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

21 Oct 2020, 10:31 AM (GMT)

COVID-19 Global Stats

41,105,299 Total Cases
1,130,619 Death Cases
30,659,593 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code