ક્ષત્રીયના દીકરાને ન્યાય નહી મળે તો સરકાર ઉખાડી ફેકીશુંઃ અભિજીતસિંહ બારડ

અટલ સમાચાર,મહેસાણા ઢુંઢર અને પદમાવત પ્રકરણ સમયે ક્ષત્રિય યુવકો પર કરાયેલા કેસો પાછા નહી ખેંચાય તો લોકસભામાં સરકાર વિરુદ્ધ મતદાન કરવા ગામડે ગામડે ખાટલા બેઠકો કરવાની ક્ષત્રિય સેના દ્વારા તૈયારીઓ હાથ ધરાઇ છે. ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજિતસિંહ બારડે વધુમાં જણાવ્યુ હતુ કે, ગીતા, ગાય અને ગંગા માટે અમે લીલા માથા અર્પણ કર્યા છે ત્યારે આ
 
ક્ષત્રીયના દીકરાને ન્યાય નહી મળે તો સરકાર ઉખાડી ફેકીશુંઃ અભિજીતસિંહ બારડ

અટલ સમાચાર,મહેસાણા 

ઢુંઢર અને પદમાવત પ્રકરણ સમયે ક્ષત્રિય યુવકો પર કરાયેલા કેસો પાછા નહી ખેંચાય તો લોકસભામાં સરકાર વિરુદ્ધ મતદાન કરવા ગામડે ગામડે ખાટલા બેઠકો કરવાની ક્ષત્રિય સેના દ્વારા તૈયારીઓ હાથ ધરાઇ છે. ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજિતસિંહ બારડે વધુમાં જણાવ્યુ હતુ કે, ગીતા, ગાય અને ગંગા માટે અમે લીલા માથા અર્પણ કર્યા છે ત્યારે આ તો સમાજની દીકરીઓનો સવાલ છે તેના માટે જે કરવું પડે તે કરીશું.

ઢુંઢર અને પદમાવત પ્રકરણમાં ક્ષત્રિય યુવકો પર કરાયેલા કેસો પાછા ખેચવા માંગ

પદમાવત ફિલ્મ સમયે ક્ષત્રિયો દ્વારા કરાયેલા આંદોલનમાં ગુજરાત સહિત દેશભરમાં ક્ષત્રિયો પર વિવિધ પોલીસ મથકોમાં કેસો કરાયા હતા. જ્યારે તાજેતરમાં જ સાંબરકાંઠાના ઢુંઢર પ્રકરણમાં પણ ન્યાય માટે રસ્તા પર ઉતરેલા ક્ષત્રિયો પર પોલીસ કાર્યવાહી કરવામાં આવતા ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ પ્રસરી રહ્યો છે.

ક્ષત્રિય યુવકો અને ઢુંઢરની પિડિત દિકરીને ન્યાય અપાવવા માટે ક્ષત્રિય સેના ફરી મેદાનમાં ઉતરી છે. ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારડે અટલ સમાચાર સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ક્ષત્રિયોની આન-બાન અને સાન માટે અમે હંમેશા તત્પર રહીશું. સમાજ પર આફત આવશે ત્યારે અમારી સેના હંમેશા ઢાલ બની ઉભી રહેશે. અમે સમાજના દિકરા અને દિકરીઓ પર થતા અત્યાચારને ક્યારેય સહન નહી કરીએ.

વધુમાં તેમણે કહ્યુ હતુ કે ક્ષત્રિયો હંમેશા મહિલાઓનું સન્માન કરે છે. પદમાવત અને ઢુંઢર પ્રકરણમાં ક્ષત્રિયો પર ખોટી રીતે કેસ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જો સરકાર વહેલી તકે ક્ષત્રિયો પર કરાયેલા કેસો પરત નહી ખેંચે તો સરકારને અમે ઉખાડી ફેકીશું. ગુજરાતમાં 3 કરોડ જેટલા ક્ષત્રિયો છે. અમે તમામને એક મંચ પર લાવીશું અને સરકાર ન્યાય નહી કરે તો 2019 લોકસભામાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

પટેલોના કેસો પાછા ખેચાય છે તો ક્ષત્રિયો સાથે અન્યાય કેમઃ અભિજિતસિંહ બારડ

ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજિતસિંહ બારડે જણાવ્યુ હતુ કે, સરકાર બેવડી નિતિ અપનાવી રહી છે. પાટીદાર આંદોલન સમયે કરાયેલા કેસો સરકારે મોટાભાગે પાછા ખેચી લીધા છે. તેઓએ તો સરકારી મિલકતોને પણ નુકશાન કર્યુ હતુ છતાં પણ તેમના પ્રત્યે કુણુવલણ અપનાવાયુ છે. અમારે કોઇ સમાજનો વિરોધ નથી પણ ન્યાય બધા માટે સરખો હોવો જોઇએ. જ્યારે બીજી તરફ ક્ષત્રિયો માં પદમાવતના સન્માન માટે રસ્તા પર ઉતર્યા તો તેમને જેલમાં ધકેલી દીધા હતા અને ખોટા કેસો કર્યા હતા ક્ષત્રિયોએ તો કોઇ સામાન્ય જનતા કે સરકારી મિલકતોને નુકશાન પહોચાડ્યુ ન હતું તો તેમના પર થયેલા કેસ પાછા કેમ ખેચતા નથી. જ્યારે ઢુંઢર પ્રકરણમાં પણ ક્ષત્રિય સમાજની દિકરીને હજુ સુધી ન્યાય મળ્યો નથી. સરકારે બે મહિનામાં આરોપીને ફાંસીએ લટકાવવાનું કહ્યુ હતુ પણ હજુ સુધી સજા થઇ નથી. જ્યારે ક્ષત્રિયોએ ઢુંઢરની દિકરીને ન્યાય અપાવવાની વાત કરી તો સરકારે સમાજના અનેક યુવકો પર કેસ કરી જેલમાં ધકેલી દીધા છે. હવે ક્ષત્રિયો પર થતા અત્યાચારોને સહન નહી કરીએ. જો આગામી સમયમાં ન્યાય નહી મળે તો અમે સરકારને ઉખાડી ફેકીશું. જરૂર પડશે તો ગાંધીનગરમાં જઇ સરકારનો ઘેરાવો કરીશું.

આસીફા માટે રસ્તા પર ઉતર્યા, અમારી દિકરી માટે કેમ નહી

અભિજિતસિંહ બારડે વધુમાં જણાવ્યુ હતુ કે આ દેશની રાજનિતિમાં પણ ક્ષત્રિયો સાથે અન્યાય થઇ રહ્યો છે. રાજકિય પક્ષોના રાષ્ટ્રીય કદાવર નેતાઓ આશીફા અને નિર્ભયાને ન્યાય અપાવવા તુટી પડ્યા હતા. અમે તેનો વિરોધ નથી કરતા પણ તે જ નેતાઓ અમારી ક્ષત્રિયોની દિકરીઓને ન્યાય અપાવવામાં માટે કેમ આગળ નથી આવતા. અમારા સમાજની અવહેલનાનો રાજકિય હિસાબ પણ અમે સમય આવે ચુકતે કરીશું.

ઢુંઢર પ્રકરણ કેસની સ્થીતી શું છે

સાંબરકાંઠાના ઢુંઢરમાં માસુમ દિકરી પર પરપ્રાંતિય ઇસમ દ્વારા બળાત્કારની ઘટના બની હતી. જેને લઇ ક્ષત્રિય સમાજ રસ્તા પર ન્યાય માટે ઉતર્યો હતો. સરકારે જેને લઇ 45 દિવસમાં કેસ ચલાવી ન્યાય આપવાની ખાતરી આપી હતી. સુત્રોના જણાવ્યા મુજબ હજુ કેસ દલીલો પર જ છે.