આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા ક્ષત્રિય યુવક સંઘ ઘ્વારા રાજપુત સમાજના દિકરા-દિકરીઓને સંસ્કાર નિર્માણ, ચારિત્ર ઘડતર અને વર્તમાન સમયમાં રાજપુત સંસ્કૃતિનો અમુલ્ય વારસો જાળવવા માટે મહેસાણા અને પાટણ જીલ્લાના સમાજના તમામ સરકારી-અર્ધસરકારી તેમજ પાઇવેટ કંપનીમાં નોકરી કરતા તમામ કર્મચારીઓની સામાજીક ચિંતન બેઠક યોજાશે.
આ ચિંતન બેઠક આગામી ૧૭ માર્ચે રવિવારે બપોરે ર વાગ્યાથી પ વાગ્યા સુધી મહેસાણાના મ્યુનિસિપલ સિવિક સેન્ટર હોલ, મ્યુનિસિપલ ગાર્ડનની બાજુમાં, ટી.બી.રોડ ખાતે મળશે.  આ સરાહનિય કામગીરીમાં રાજપુત સમાજના યુવક-યુવતિઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

 

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code