કચ્છઃ અબડાસાના વરાડિયામાં કિશોરી અને પડોશી યુવકની હત્યા

અટલ સમાચાર, અબડાસા અબડાસાના વરાડિયા ગામે ગત રાત્રે પ્રકાશમાં આવેલા 17 વર્ષની કિશોરી અને 35 વર્ષના યુવકની હત્યાના બનાવ અંગે આજે પરોઢે મરનાર કિશોરીની ફોઇની ફરિયાદ લઇ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. ગઇકાલે મોડી સાંજે વરાડિયાના સીમાડે આવેલી સારૂબેન હસણ મંધરાની વાડીની ઓરડીમાંથી 17 વર્ષની કિશોરી રૂકસાના અને પડોશમાં રહેતા 35 વર્ષિય ઇશાક આમધ મંધરાની
 
કચ્છઃ અબડાસાના વરાડિયામાં કિશોરી અને પડોશી યુવકની હત્યા

અટલ સમાચાર, અબડાસા

અબડાસાના વરાડિયા ગામે ગત રાત્રે પ્રકાશમાં આવેલા 17 વર્ષની કિશોરી અને 35 વર્ષના યુવકની હત્યાના બનાવ અંગે આજે પરોઢે મરનાર કિશોરીની ફોઇની ફરિયાદ લઇ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. ગઇકાલે મોડી સાંજે વરાડિયાના સીમાડે આવેલી સારૂબેન હસણ મંધરાની વાડીની ઓરડીમાંથી 17 વર્ષની કિશોરી રૂકસાના અને પડોશમાં રહેતા 35 વર્ષિય ઇશાક આમધ મંધરાની લોહી નીકળતી લાશો મળી આવી હતી. વાડીએ રૂકસાના જોવા ના મળતાં તેમણે વાડીમાં બનાવેલી અવાવરૂ ઓરડીમાં ડોકિયું કરતાં જ તેમની આંખો ફાટી ગઇ હતી. કારણ કે, જમીન પર રૂકસાના અને ઇશાકની લોહીલુહાણ લાશો પડેલી હતી. ડબલ મર્ડરની ચકચારી ઘડનાની જાણ સ્થાનિક કોઠારા પોલીસે આજે પરોઢે ચાર વાગ્યે સારૂબેનની ફરિયાદ નોંધી છે. કોઠારા પીએસઆઇ વી.આર.ઉલ્વાએ જણાવ્યું કે ‘બંનેની હત્યા અત્યંત ઝનુનપૂર્વક છરીના સંખ્યાબંધ ઘા ઝીંકી કરાઇ છે. વિવિધ એંગલ પર પોલીસ તપાસ કરી રહી છે. સ્થળ પર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતો ઝીણવટભરી તપાસ કરી પુરાવા એકત્ર કરી રહ્યા છે. ટેકનિકલ સર્વેલન્સમાં બે-ત્રણ શંકાસ્પદ મોબાઇલ નંબર ધ્યાને આવ્યાં છે.’ પાકિસ્તાન સાથે યુધ્ધના ભણકારા વચ્ચે અબડાસાના સરહદી ગામમાં ડબલ મર્ડરની આ ઘટનાથી ભારે ઉત્તેજના અને અરેરાટી છવાઇ ગયાં છે.