આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ભુજ

ભુજના માધાપરના વૃદ્ધ જેને અગાઉ કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. તેના પત્ની અને પુત્રવધુનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કુલ 4 પોઝિટિવ કેસ થયા છે. માધાપરમાં એક જ પરિવારમાં પતિ-પત્ની અને પુત્રવધુમાં પોઝિટિવ કેસને લઈને તંત્ર દોડધામમાં મુકાઈ ગયું છે. ગુજરાતમાં જે રીતે કોરોનાનો હાહાકાર સામે આવી રહ્યો છે, તે જોતા કચ્છમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છમાં કોરોનાના કેસને લઇ હજી પણ દસેક જેટલા સેમ્પલ તપાસ અર્થે લેબમાં છે જે રિપોર્ટ આવ્યેથી નવી હકીકતો ખુલવા પામશે. હાલની સ્થિતિમાં માધાપર ગામ સજ્જડ બંધ કરી દેવાયું છે. લોકલ ટ્રાન્સમિશનને કારણે માધાપરમાં ત્રણ કેસો થયા છે. ત્યારે પોઝિટિવ આવેલા પુત્રવધુ અને સાસુના સંપર્કમાં આવેલા 41 લોકોને ટ્રેકિંગ કરવામાં આવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ભુજના રામનગરીમાં યુવતી અને તાલુકાના રુદ્રમાતા સરસપર ગામે યુવાનને શંકાસ્પદ લક્ષણો જણાઈ આવતા સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. માધાપરમાં પોઝિટિવ કેસ બાદ લોકો ડરના માર્યા ઘરમાં જ બેસી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો બહાર ફરતા જોવા મળ્યા હતા. હાલના સંજોગોમાં ઘરમાં રહીને સુરક્ષિત રહેવું એ જ હિતાવહ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code