Jayanti Bhanushali
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ભુજ
અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જેન્તી ભાનુશાળીની ટ્રેનમાં હત્યા કરી દેવાઈ છે. ભુજથી મુંબઈ જઇ રહેલી સયાજીનગરી એકસપ્રેસના પ્રથમ એસી કોચમાંથી તેની લાશ મળી આવી છે. કોઈ અજાણ્યા હુમલાખોરે મોઢા અને પેટ ઉપર ગોળી મારીને હત્યા કરી છે. રાત્રે 1.30 વાગ્યે આ બનાવની જાણ થતાં ટ્રેનને માળીયા સ્ટેશને રોકી દેવાઈ હતી. હત્યાનો બનાવ સૂરજબારીથી માળીયા સ્ટેશન વચ્ચે બન્યો હોવાની જાણ થયા બાદ રેલવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ભાનુશાળી તાજેતરમાં સામે આવેલ સેક્સકાંડમાં ફસાયેલા હોવાથી હત્યાની સોપારી અપાઈ કે રાજકીય દાવપેચ લડાયો તેને લઈ કચ્છ સહિત રાજ્યભરમાં ગરમાવો આવી ગયો છે.

ભુજથી અમદાવાદ જતા સયાજીનગર એક્ષપ્રેસમાં નિકળ્યા હતા, હત્યાથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. જયંતિભાઇ ભાનુશાળી સામે યુવતિના શોષણના આક્ષેપો થયેલા હતા. હત્યામાં છબીલ પટેલની સંડોવણી હોવાની પત્ની અને ભાઇએ આશંકા વ્યક્ત કરી છે.

ફિલ્મી ઢબે કરાયેલા હત્યાની મળતી માહિતી મુજબ રાત્રે 1.30 વાગ્યાના સમયે એસી કોચમાં સવારી કરી રહેલ પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીને ગોળી ધરબી દેવામાં આવી હતી. તેમને છાતી અને મોં પર ગોળી મારવામાં આવ્યા બાદ તુરંત મોત થયું હતુ્ં. હત્યાને પગલે અનેક સવાલો ઊભા થયા છે. રેલવે પોલીસની હદમા હત્યાનો ગુન્હો નોંધાયો હોવાથી મોરબી જીલ્લા એસપી સહિતનો કાફલો માળિયા દોડી ગયો હતો અને બનાવની વધુ તપાસ ચલાવી છે.

શકમંદોને ઝડપી લઈ પોલીસે તપાસ હાથ ધરી

ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં તેની સાથે એસી કોચમાં મુસાફરી કરી રહેલા અન્ય એક મુસાફરને પોલીસે અટકાયતમાં લીધો છે. હત્યા સમયે તે કોચમાં હાજર હોય જોકે હાલ તે કશું જાણતો ના હોવાનું રટણ ચલાવી રહ્યો છે ત્યારે પોલીસે તેની ઉલટ તપાસ ચલાવી છે અને કોઈ હત્યાના ષડ્યંત્રના ભાગરૂપે આ ઈસમનો કોઈ રોલ છે કે નહિ તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.

IGને પત્ર લખી પોતાની હત્યા અંગે અગાઉ જાણ કરી હતી

અગાઉ જયંતિ ભાનુશાળીએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી. 7 જુલાઈ 2018એ જયંતિ ભાનુશાળીએ પોતાના મર્ડરની આશંકા વ્યક્ત કરી હતી. ભાનશાળીએ IGને પત્ર લખીને પોતાના મર્ડર અંગે શંકા વ્યક્ત કરી હતી.

કથિત સેક્સ કૌભાંડમાં જયંતિ ભાનુશાળીનું નામ

ગુજરાત ભારતીય જનતા પક્ષના ભૂતપૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીના કથિત સેક્સ કૌભાંડમાં તેમનું નામ આવ્યું હતું. આ મામલે તેમની સીડી બહાર આવતા ચકચાર મચી હતી. સુરતની એક યુવતીએ જયંતિ ભાનુશાલી સામે સરથાણા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

સેક્સ કાૈભાંડની તપાસ પર હવે પૂર્ણવિરામ?

સેક્સ કાૈભાંડની ફરિયાદી યુવતીએ અગાઉ જણાવ્યું હતું કે ફેશન ડિઝાઇનિંગના કોર્ષમાં એડમિશન માટે તેણીના એક સગા મારફતે તેણીનો સંપર્ક જયંતિ ભાનુશાલી સાથે થયો હતો. જયંતિ ભાનુશાળીએ એડમિશન અપાવવાના બહાને તેને અમદાવાદ બોલાવી હતી અને ગાડીમાં બેસાડીને ગાંધીનગર તરફ લઈ ગયા હતા. રસ્તામાં તેમણે ગાડી ઉભી રાખીને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો બીભત્સ વીડિયો ક્લિપિંગ પણ ઉતારી લીધી હતી. જોકે જ્યંતિ ભાનુશાળીની હત્યા બાદ હવે તપાસમાં પૂર્ણ વિરામ આવે તો નવાઈ નહી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code