કચ્છ માટે કાળમુખો રવિવારઃ ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત

અટલ સમાચાર, કચ્છ ભચાઉ-કંડલા હાઈવે પર ભચાઉના મોટી ચીરઈ નજીક સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 6થી વધુ લોકો મોતને ભેટ્યા હોવાના પ્રાથમિક સમાચાર છે. બે ટ્રેલર વચ્ચે કાર દબાઈને ડૂચો થઈ જતાં 6થી વધુ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હોવાનું કચ્છ એસપી દ્વારા અહેવાલ પ્રાપ્ત થયા છે. ભયાનક અકસ્માતની વોટ્સએપ પર વાયરલ થયેલી તસવીરોથી
 
કચ્છ માટે કાળમુખો રવિવારઃ ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત

અટલ સમાચાર, કચ્છકચ્છ માટે કાળમુખો રવિવારઃ ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત
ભચાઉ-કંડલા હાઈવે પર ભચાઉના મોટી ચીરઈ નજીક સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 6થી વધુ લોકો મોતને ભેટ્યા હોવાના પ્રાથમિક સમાચાર છે. બે ટ્રેલર વચ્ચે કાર દબાઈને ડૂચો થઈ જતાં 6થી વધુ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હોવાનું કચ્છ એસપી દ્વારા અહેવાલ પ્રાપ્ત થયા છે. ભયાનક અકસ્માતની વોટ્સએપ પર વાયરલ થયેલી તસવીરોથી અંદાજો આવે છે કે ભયાનક અકસ્માત સર્જાયો હતો.

પ્રાથમિક અહેવાલો મુજબ ભચાઉથી મીઠું ભરેલુ ટ્રેલર કંડલા તરફ જઈ રહ્યું હતું ત્યારે એકાએક ટાયર ફાટતાં ટ્રેલર પલટી ખાઈને ડિવાઈડર કૂદી સામેના રોડ તરફ જતી કાર પર ધસી ગયું હતું. જ્યારે કાર ગાંધીધામથી ભચાઉ તરફ જતી હતી અને તેની પાછળ સિમેન્ટ ભરેલુ ટ્રેલર જઈ રહ્યું હતું. એકાએક સર્જાયેલા આ અકસ્માતમાં કાર પાછળ રહેલા સિમેન્ટ ભરેલા ટ્રેલરના ચાલકે કારને પાછળથી ટક્કર મારતાં બંને ટ્રેલર વચ્ચે દબાઈને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
108ને જાણ કરવામાં આવતાં તુરંત જ ગાંધીધામ તેમજ ભચાઉ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. છમાંથી 3ને વાગડ વેલફેર હોસ્પિટલ અને બે જણાને આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળે છે. ઘટના એટલી ભયાનક હતી કે મૃત્યુઆંક વધી શકે છે.

રાત્રિના 9 વાગ્યા સુધી મળેલ સમાચારો મુજબ હાઈવે પર અકસ્માતના પગલે આશરે 3 કિલોમીટર સુધી બન્ને સાઈડ વાહનોની કતારો જામી છે.