કચ્છઃ કુખ્યાત બુટલેગરને પાસામા ધકેલતી ક્રાઈમ બ્રાન્ચ પ્રુર્વ-કચ્છ

અટલ સમાચાર, ભુજ ડી.બી.વાધેલા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા પરીક્ષિતા રાઠોડ, પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી આગમી સમયમા લોકસભા ચુંટણી યોજાનાર હોય આ ચુંટણી શાંતિપુર્ણ રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ થી અસામાજીક તવ્વો તથા પ્રોહીબીશનના બુટલેગર વિરૂધ્ધ પાસા તળે અટકાયતી પગલા લેવા સુચના આપલે હતી. મળેલ સુચના અન્વયે
 
કચ્છઃ કુખ્યાત બુટલેગરને પાસામા ધકેલતી ક્રાઈમ બ્રાન્ચ પ્રુર્વ-કચ્છ

અટલ સમાચાર, ભુજ

ડી.બી.વાધેલા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા પરીક્ષિતા રાઠોડ, પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી આગમી સમયમા લોકસભા ચુંટણી યોજાનાર હોય આ ચુંટણી શાંતિપુર્ણ રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ થી અસામાજીક તવ્વો તથા પ્રોહીબીશનના બુટલેગર વિરૂધ્ધ પાસા તળે અટકાયતી પગલા લેવા સુચના આપલે હતી.

મળેલ સુચના અન્વયે ડી.બી.પરમાર પોલીસ ઈન્સ, એલસીબી નાંઓના માર્ગદર્શન મુજબ પ્રોહી.નો બુટલેગર શીવરાજસિંહ મદનસિંહ શેખાવત, રહે. બાગેશ્રી પામ્સ સોસાયટી, ગળપાદર, તા. ગાંધીધામ વાળો ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ અન્ય રાજયમાંથી ગુજરાતમાં ઘુસાડવાની તેમજ મોટો જથ્થામાં હેરાફેરી સંગ્રહ કરવાની ટેવ વાળો અને તેના વિરૂધ્ધ પ્રોહીબીશનના ગુનાઓ નોંધાયેલ હોય જેથી એલ.સી.બી.ના પોસબ ઈન્સ. એમ.એસ.રાણા દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટર કચ્છ-ભુજ તરફ મોકલાવતા મજકુર આરોપી વિરૂધ્ધના ગુનાઓ ધ્યાને લઈ કલેક્ટર, કચ્છ-ભુજ તરફથી પ્રોહી. બુટલેગર શીવરાજસિંહ મદનસિંહ શેખાવતની દરખાસ્ત મંદજુર કરી વોરન્ટ ઈશ્યુ કરતા મજકુરને ગતરોજ 19 માર્ચ 2019ના રોજ પાસા તળે અટકાયતમાં લઈ હુકમ મુજબ લાજપોર સેન્ટ્રલ જેલ, સુરત ખાતે જેલ હવાલે કરવામાં આવેલ છે.