કચ્છ: ભીષણ દુકાળની પરિસ્થિતિ, પશુધન સાથે લાખોએ કર્યું સ્થળાંતર

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં ગરમીનો પારો 45ને પાર પહોંચ્યો છે. રાજ્યના તમામ શહેરોમાં અંગ દઝાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવામાં જો વાત કરીએ કચ્છની તો હાલ કચ્છ ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. દુનિયાભરમાં રણોત્સવ માટે જાણીતું કચ્છ હાલ દુકાળનું ભોગ બન્યું છે. કચ્છના રહેવાસીઓ પાણીની એક એક બુંદ માટે તરસી રહ્યા
 
કચ્છ: ભીષણ દુકાળની પરિસ્થિતિ, પશુધન સાથે લાખોએ કર્યું સ્થળાંતર

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ગરમીનો પારો 45ને પાર પહોંચ્યો છે. રાજ્યના તમામ શહેરોમાં અંગ દઝાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવામાં જો વાત કરીએ કચ્છની તો હાલ કચ્છ ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. દુનિયાભરમાં રણોત્સવ માટે જાણીતું કચ્છ હાલ દુકાળનું ભોગ બન્યું છે. કચ્છના રહેવાસીઓ પાણીની એક એક બુંદ માટે તરસી રહ્યા છે. કચ્છની આવી પરિસ્થિતિ જોઈને સરકારની સુજલામ સુફલામ યોજના પોકળ પુરવાર થતી હોય તેવું લાગે છે. કચ્છમાં છેલ્લા ત્રીસ વર્ષનો સૌથી ભીષણ દુષ્કાળ પડ્યો છે. સ્થાનિકોની સ્થિતી એવી કફોડી છે કે અત્યારે તેઓ પાણીના એક એક ટીપા માટે તરફડિયા મારી રહ્યા છે.

કચ્છ: ભીષણ દુકાળની પરિસ્થિતિ, પશુધન સાથે લાખોએ કર્યું સ્થળાંતર

આવી જ રીતે પશુઓ પણ તરફડી રહ્યા છે. કચ્છની આવી સ્થિતિના કારણે લોકો હિજરત કરી રહ્યા છે. દુકાળ ના લીધે અત્યાર સુધી 10 હજારથી વધુ લોકો તેમના અઢી લાખ પશુધન સાથે કચ્છ છોડીને અન્યત્ર આશરો લીધો છે. કચ્છ વાસીઓની પાણી માટેની પીડાનો વર્ષોથી અંત જ આવ્યો નથી.

રાજ્યના ડેમોના તળ ઘટ્યા

કચ્છ: ભીષણ દુકાળની પરિસ્થિતિ, પશુધન સાથે લાખોએ કર્યું સ્થળાંતરકચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 46 ડિગ્રીને આંબી રહ્યો છે. કચ્છમાં હાલ 20 ડેમોમાં 13.32 ટકા પાણી છે. આ સ્થિતિ માત્ર કચ્છની જ નહીં પરંતુ રાજ્યના 50થી વધુ તાલુકાઓ દુકાળની ઝપેટમાં છે. રાજ્યના કેટલાય ડેમોમાં પાણીનું લેવલ ઘટી રહ્યું છે જો વાત કરી સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના 138 ડેમમાં માત્ર 11.82 ટકા પાણી જ બચ્યું છે. તો દક્ષિણ ગુજરાતના 12 ડેમમાં 24.19 ટકા જ પાણી રહ્યું છે. નર્મદા ડેમમાં 50.82 ટકા પાણી છે.ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 16.60 ટકા પાણી બચ્યું છે.જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમમાં 48.22 ટકા પાણી રહ્યું છે.આમ રાજ્યના કુલ 204 ડેમમાં 34.81 ટકા જ પાણી રહ્યું છે. રાજ્ય પર ઘેરાયેલા આ જળસંકટનો ક્યારે અંત આવશે તે તો સરકાર જ જાણે.

મહત્વની વાત તો એ છે કે રાજ્યના લગભગ 50થી વધુ તાલુકાઓ દુકાળની ઝપેટમાં છે. પાણી પૂરવઠા વિભાગની માહિતી પ્રમાણે રાજ્યના ડેમોની જળ સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાત પર ઘેરાતા જળસંકટથી લોકો પાણીનો પોકાર કરી રહ્યા છે.