વડગામના ઘોડીયાલમાં સ્વચ્છતાનો અભાવ : ગ્રાન્ટો કયા વપરાય છે તે મોટો સવાલ
વડગામના ઘોડીયાલમાં સ્વચ્છતાનો અભાવ : ગ્રાન્ટો કયા વપરાય છે તે મોટો સવાલ

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકાના ઘોડીયાલ ગામમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહયો છે. ગામમાં પ્રવેશતા ની સાથે જ ઠેર ઠેર ગંદકીના ઢગલા ખડકાયેલા જોવા મળી રહયા છે. જેને લઇને ગ્રામજનો માં રોગચાળો ફાટી નિકળવાનો ભય સતાવી રહયો છે. અહી થી પસાર થતા અનેક લોકોમાં એક જ ચર્ચા થઇ રહી છે કે સરકાર દ્રારા સ્વચ્છતા અભિયાન અંગે મોટા ઉપાડે જાહેરાતો કરાય છે. તો વળી બીજી તરફ વડગામના ધોડીયાલ માં સ્વચ્છતાનુ સુરસુરીયુ જોવા મળી રહયુ છે.

ગામના જાહેર માર્ગ ઉપર જ ગંદકીના ઢગ ખડખાયેલા જોવા મળી રહયા છે. ગ્રામજનોના આરોગ્યને લઇ ચિંતા કરવાને બદલે તાલુકાનુ આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહયુ હોવાનુ લોકોએ આક્ષેપો કર્યા છે. સરકાર દ્રારા ગામડાઓના વિકાસ માટે વર્ષે-દહાડે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ આ ગામમાં વિકાસ લક્ષી કામો પણ તંત્ર અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી કાગળ ઉપર થઇ રહયા હોવાની ગ્રામજનોમાં ચર્ચાસ્પદ બન્યુ છે.

હાલમાં સરકારી દફતરે વર્ષ પુર્ણ થવાના આરે હોવાથી તાલુકામાં ૧૪મા નાણા પંચની ગ્રાન્ટો વાપરવામાં વહીવટી તંત્રના કર્મચારીઓ સરપંચો તલાટીઓ અને કોન્ટ્રાકટરોની મિલિભગતથી આ ગ્રાન્ટ ગામે ગામ કાગળ ઉપર વાપરાતી હોવાની ચર્ચાએ તાલુકાના લોકોમાં જોર પકડયુ છે ત્યારે સત્યતા તો છુ છે તે બાબતે તપાસ થાય તો જ ખબર પડે. આ માટે જવાબદાર અધિકારી અધિકારીઓ તેમજ વિજીલન્સ દ્રારા તપાસ હાથ ધરાય તો વડગામ તાલુકામાંથી અનેક વિકાસ લક્ષી ગ્રાન્ટો કાગળ ઉપર વપરાયા હોવાના ભોપાળા બહાર આવે તેવી રાડ ફરીયાદો સાથે ચર્ચાઓ તાલુકા ની જનતામાં થઇ રહી છે

.