આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ ( રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાની શાળામાં પીવાના પાણીનો અભાવ હોવાનું સામે આવ્યુ છે. શાળાના બાળકો પાણી પીવા માટે ઘેરથી બોટલ લાવવા મજબૂર બન્યા છે. જેનાથી શિક્ષકોની ભૂમિકા સામે સવાલો ઉભા થયા છે.

કાંકરેજ તાલુકાના મોટાજામપુરની કાકરેચા વાસ પ્રાથમિક શાળામાં પાણીની ટાંકી શોભાના ગાંઠીયા સમાન બની ગઇ છે. ટાંકી છેલ્લા કેટલાક સમયથી પાણીના અભાવે ખાલી રહે છે. જેથી ચકલીઓ પણ જોવા પૂરતી સિમિત બની છે. પિવાના પાણીની હાલાકીને પગલે બાળકો અત્યારથી ભવિષ્યની સ્થિતિ સમજી રહ્યા છે.

સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, સમગ્ર બાબતે શાળાનાં આચાર્ય દ્વારા પાણી પુરવઠા અને ગ્રામપંચાયતને રજૂઆતો કરવામાં આવી હોવાછતાં તંત્ર ઘોર નિદ્રામાંથી જાગવા નિષ્ફળ રહ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code