આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 8 લોકોના મોત થયા. મૃતકોમાં 4 ખેડૂતો, 3 ભાજપના કાર્યકરો અને એક ભાજપના નેતાનો ડ્રાઈવર સામેલ છે. આ બધા વચ્ચે લખીમપુર ખીરી મામલે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાઈ ગયું છે અને અલગ અલગ પાર્ટીઓના નેતા લખીમપુર ખીરી આવવાની કોશિશમાં છે. યુપી પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે. જ્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમની ધરપકડ થઈ છે. આ બાજુ આજે સવારથી જ આ મામલે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 9 થયો છે. ઘટના બાદથી ગૂમ થયેલા પત્રકારનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક પત્રકાર રમણ કશ્યપના મોતનો મામલો સામે આવ્યો છે. જે નિઘાસ ક્ષેત્રમાં રહેતા હતા. પરિજનોએ પોસ્ટમોર્ટમ હાઉસમાં મૃતદેહની પુષ્ટિ કરી છે. પત્રકારના પરિજનોએ મૃતદેહ રાખીને નિઘાસન ચાર રસ્તે જામ કર્યો. પરિજનોની માગણી છે કે દોષિતો પર કાર્યવાહી કરવામાં આવે અને તેને જલદી પકડી લેવામાં આવે.

લખનૌમાં પોતાના ઘરની બહાર ધરણા પર બેઠેલા અખિલેશ યાદવની પોલીસે અટકાયત કરી છે. પોલીસે તેમને લખીમપુર ખીરી જતા રોક્યા હતા. ત્યારબાદ તેઓ ધરણા પર બેસી ગયા હતા. આ અગાઉ પોલીસે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પણ સીતાપુરમાં અટકાયત કરી હતી. તેઓ લખીમપુર ખીરી જઈ રહ્યા હતા. લખનૌમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ ખુબ હોબાળો મચાવ્યો. ભીડે પોલીસની ગાડીમાં આગ લગાવી છે. ગૌતમપલ્લી પોલીસ સ્ટેશન બહાર ઊભેલી ગાડીને ભીડે આગને હવાલે કરી.

શું છે આ સમગ્ર મામલો?
લખીમપુર ખીરીમાં હેલિપેડ પર ધરણાથી શરૂ થયેલું ખેડૂતોનું પ્રદર્શન હિંસક બની ગયું જેમાં 8 લોકોના મોત થયા. હકીકતમાં રવિવારે લખીમપુર ખીરીમાં યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય મુલાકાત કરવાના હતા. કેશવપ્રસાદ મૌર્ય લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના ગામ જઈ રહ્યા હતા. અજય મિશ્રા ટેનના પુત્ર આશીષ મિશ્રા કેશવ પ્રસાદ મૌર્યને રિસિવ કરવા પહોંચ્યા હતા પરંતુ ત્યાં પહેલેથી જ ખેડૂતો હાજર હતા જે કેશવ પ્રસાદનો વિરોધ કરવા માટે ભેગા થયા હતા.

ત્યારબાદ ખેડૂતોએ અજય મિશ્રા ટેનીના પુત્રનો વિરોધ શરૂ કરી દીધો અને પછી ખેડૂતોએ આ નેતાઓના કાફલાને રોકવાની કોશિશ કરી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાએ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કથિત રીતે ગાડી ચડાવી દીધી. લખીમપુરમાં તણાવ જોતા પ્રશાસને ઘટનાસ્થળના 20 કિમીના દાયરામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ADG લો અને ઓર્ડર સહિત પોલીસના સીનિયર ઓફિસરોને ઘટનાસ્થળે મોકલ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code