લાલઆંખ@પાટણઃ મોઢું ખુલ્લુ રાખી ફરતા ૧૪,૬૧૭ વ્યક્તિ પાસેથી રૂ.૨૯.૨૩ લાખની વસુલાત

અટલ સમાચાર,પાટણ પાટણ જિલ્લામાં વધી રહેલા COVID-19ના કેસને ધ્યાનમાં જાહેર સ્થળોએ ફરજીયાત માસ્ક પહેરવાના જાહેરનામાનું કડક અમલીકરણ થાય તે માટે તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લામાં તા.૦૬ જુલાઈના માસ્ક ન પહેરનારા ૧,૭૯૯ વ્યક્તિઓ પાસેથી રૂ.૩.૫૯ લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો જિલ્લાની તમામ નગરપાલિકાઓ, પંચાયત વિભાગ
 
લાલઆંખ@પાટણઃ મોઢું ખુલ્લુ રાખી ફરતા ૧૪,૬૧૭ વ્યક્તિ પાસેથી રૂ.૨૯.૨૩ લાખની વસુલાત

અટલ સમાચાર,પાટણ

પાટણ જિલ્લામાં વધી રહેલા COVID-19ના કેસને ધ્યાનમાં જાહેર સ્થળોએ ફરજીયાત માસ્ક પહેરવાના જાહેરનામાનું કડક અમલીકરણ થાય તે માટે તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લામાં તા.૦૬ જુલાઈના માસ્ક ન પહેરનારા ૧,૭૯૯ વ્યક્તિઓ પાસેથી રૂ.૩.૫૯ લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લાની તમામ નગરપાલિકાઓ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરના માસ્ક અંગેના જાહેરનામાનું સુચારૂ અમલીકરણ થાય તે માટે માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલવાની કામગીરી ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તા.૦૬ જુલાઈના નગરપાલિકાઓ દ્વારા૪૦ વ્યક્તિઓ પાસેથી રૂ.૮,૦૦૦, ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત વિભાગ દ્વારા ૩૬ વ્યક્તિઓ પાસેથી રૂ.૭,૨૦૦તથા પોલીસ વિભાગ દ્વારા સૌથી વધુ ૧,૭૨૩ વ્યક્તિઓ પાસેથી રૂ.૩.૪૪ લાખ કરતાં વધુ દંડ વસુલ કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સૌથી અગત્યની બાબત ફેસ માસ્ક છે ત્યારે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા ફરજીયાત માસ્ક પહેરવા બાબતે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાના ભંગ બદલઅત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં ૧૪,૬૧૭ વ્યક્તિઓને માસ્ક ન પહેરવા બદલ રૂ.૨૯.૨૩ લાખ કરતાં વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે. જાહેર સ્વાસ્થ્યને લગતી બાબતોને નાગરીક તરીકે સામાજીક જવાબદારીરૂપે સ્વિકારી બહાર નિકળતી વખતે ફરજીયાત માસ્ક પહેરવા માટે જિલ્લા કલેક્ટરએ જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.