આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

રાજ્યમાં ચોમાસામાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ જતા ભારે નુકશાન થયું છે. તેમજ પાકના પુરતા ભાવ નહીં મળતા ખેડૂતોની મુશ્કેલમાં વધારો થયો છે. ત્યારે હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગૃપના આગેવાન લાલજી પટેલ પણ ખેડૂતોની સમસ્યાને લઈને આંદોલન કરી રહ્યાં છે. દિવસેને દિવસે ખેડૂતો પાયમલ થતા હોવાનું જણાવીને લાલજી પટેલે સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.

સરદાર પટેલ ગૃપના વડા લાલજી પટેલે પણ ખેડૂતોની સમસ્યાને લઈને આંદોલન શરૂ કર્યું છે. લાલજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારની નીતિઓ ખેડૂત વિરોધી છે. તેમજ ખેડૂતોના આપઘાત કરી રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની સમસ્યાઓને લઈને રેલીઓ યોજવામાં આવશે. આ ઉપરાંત ખેડૂત સમંલેન યોજીને ખેડૂતોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચડવામાં આવશે.રાજ્યમાં ખેડૂતો દિવસેને દિવસે પાયમલ થઈ રહ્યાં છે. પરંતુ આ સરકારને ખેડૂતોની કોઈ પડી જ ન હોય તેમ અસરકારક પગલા લેવામાં આવશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code