લાલુ, રાબડી અને તેજસ્વી યાદવ સહિતના આરોપીઓને IRCTC સ્કેમ કેસમાં જામીન : આગામી સુનાવણી 11 ફેબ્રુઆરીએ
અટલ સમાચાર,ડેસ્ક આઈઆરસીટીસી હોટલ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પૂર્વ રેલ મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને દીકરા તેજસ્વી યાદવને જામીન આપી દીધા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર તેમને જામીન આપ્યા છે. સોમવારે આ ત્રણેયની સાથે મામલાના અન્ય આરોપીઓને પણ
                                          Jan 28, 2019, 14:04 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર,ડેસ્ક
આઈઆરસીટીસી હોટલ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પૂર્વ રેલ મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને દીકરા તેજસ્વી યાદવને જામીન આપી દીધા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર તેમને જામીન આપ્યા છે. સોમવારે આ ત્રણેયની સાથે મામલાના અન્ય આરોપીઓને પણ જામીન મળ્યા છે. જોકે આ મામલાની આગામી સુનાવણી 11 ફેબ્રુઆરીએ થશે. કોર્ટના ચુકાદા પર બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું છે કે અમને વિશ્વાસ છે કે ન્યાય મળશે. અને ન્યાયપ્રક્રિયા પર વિશ્વાસ છે.

