જમીન, માટી વિના કરો ખેતી: આ પદ્ધતિથી બીઝનેસમાં થશે મોટી કમાણી

અટલ સમાચાર, ડેસ્ક ઘરે બેઠા વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ તરકીબ તમારા માટે કામ આવી શકે છે. તેમાં રોકાણ ઓછું અને સારી કમાણીની આશા છે. અહીં એવી ખેતીની વાત થઈ રહી છે જેમાં જમીન કે માટીનો ઉપયોગ થતો નથી. તમારે ખેતી જ કરવી છે તો 100 થી 150 ચોરસ ફુટની કોઈપણ ખુલ્લી
 
જમીન, માટી વિના કરો ખેતી: આ પદ્ધતિથી બીઝનેસમાં થશે મોટી કમાણી

અટલ સમાચાર, ડેસ્ક

જમીન, માટી વિના કરો ખેતી: આ પદ્ધતિથી બીઝનેસમાં થશે મોટી કમાણીઘરે બેઠા વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ તરકીબ તમારા માટે કામ આવી શકે છે. તેમાં રોકાણ ઓછું અને સારી કમાણીની આશા છે. અહીં એવી ખેતીની વાત થઈ રહી છે જેમાં જમીન કે માટીનો ઉપયોગ થતો નથી. તમારે ખેતી જ કરવી છે તો 100 થી 150 ચોરસ ફુટની કોઈપણ ખુલ્લી જગ્યા જેવી કે ઘરના ધાબા પર કે કોઈપણ ખુલ્લી જગ્યામાં લીલા શાકભાજી ઉગાડીને મોટી આવક રળી શકાય છે.

જમીન, માટી વિના કરો ખેતી: આ પદ્ધતિથી બીઝનેસમાં થશે મોટી કમાણીહાલમાં ટેરેસ ફાર્મિંગનો ટ્રેન્ડ લોકોમાં વધી રહ્યો છે. અને જરુરિયાતથી લઈ આવક કમાવવા સુધીની ખેતી મોટા પ્રમાણમાં થઈ રહી છે. આ ટેકનોલોજીમાં માટીનો ઉપયોગ બિલકુલ નથી થતો અને છોડ પાણીના સહારે જરૂરી પોષક તત્વો મેળવી લે છે. પાણીને સીધા છોડ સાથે જોડવામાં આવે છે. તેને હાઇડ્રોપેનિક્સ ટેક્નોલોજી કહેવાય છે. જેમાં છોડ એક મલ્ટીલેયર ફ્રેમ દ્વારા પાઇપમાં ઉગે છે. અને તેમાં પોષક તત્વોથી ભરપુર પાણી છોડવામાં આવે છે. જેથી પાણીનો બિનજરુરી વેડફાટ થતો નથી.

જમીન, માટી વિના કરો ખેતી: આ પદ્ધતિથી બીઝનેસમાં થશે મોટી કમાણી

જમીન, માટી વિના કરો ખેતી: આ પદ્ધતિથી બીઝનેસમાં થશે મોટી કમાણીહાઇડ્રોપનિક્સ ટેકનીકને તમારા ઘરમાં સેટઅપ કરવા માટે અનેક કંપનીઓ કામ કરે છે. તમારી ઇચ્છા મુજબ કંપની તમને સેટઅપ ઊભો કરી આપશે. તેમાં લેટસેક્ટ્રા એગ્રીટેક બિટમાઇન્સ ઇનોવેશન, ફ્યૂચર ફાર્મ્સ, હમારી કૃષિ જેવા સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે. આ કંપનીઓથી તમે હાઇડ્રોપેનિક્સ સેટઅપ ખરીદી શકો છો.

 

આ સેટએપમાં બે મીટર ઊંચા એક ટાવરમાં લગભગ 35 થી 40 છોડ ઉગાડી શકાય છે. લગભગ 400 છોડ વાળા 10 ટાવરને તમે 1 લાખ રૂપિયામાં ખરીદી શકો છો. જો કે આ ખેતીને હવામાનથી બચાવવા માટે પોલી હાઉસ કે નેટ સેડની જરૂર ચોક્કસથી રહેશે.  સામાન્ય રીતે માર્કેટમાં જે શાકભાજીની કિંમત વધારે મળતી હોય તે ઉગાડીને મબલખ કમાણી થઈ શકે છે.