જમીન રીસર્વે: વધઘટને પગલે અરવલ્લી જીલ્લાના ખેડુતો વચ્ચે ઝઘડા

અટલ સમાચાર, મોડાસા અરવલ્લી જીલ્લામાં જમીન રીસર્વે દરમ્યાન વિવિધ છબરડાને પગલે વાંધા અરજીઓનો ખડકલો થઇ રહયો છે. અનેક ખેડુતોની જમીનમાં વધઘટ થવાથી ખેડૂત પરિવારો વચ્ચે આંતરિક ઝઘડાનું વાતાવરણ ઉભુ થયુ છે. ખેડુતોએ રીસર્વે સામે વાંધો રજુ કર્યા બાદ જીલ્લા જમીન દફતરની કચેરી ઘ્વારા નિકાલ થવામાં પણ વિલંબ થઇ રહયો છે. કેટલીક જમીનમાં એક સર્વે નંબરના
 
જમીન રીસર્વે: વધઘટને પગલે અરવલ્લી જીલ્લાના ખેડુતો વચ્ચે ઝઘડા

અટલ સમાચાર, મોડાસા

અરવલ્લી જીલ્લામાં જમીન રીસર્વે દરમ્યાન વિવિધ છબરડાને પગલે વાંધા અરજીઓનો ખડકલો થઇ રહયો છે. અનેક ખેડુતોની જમીનમાં વધઘટ થવાથી ખેડૂત પરિવારો વચ્ચે આંતરિક ઝઘડાનું વાતાવરણ ઉભુ થયુ છે. ખેડુતોએ રીસર્વે સામે વાંધો રજુ કર્યા બાદ જીલ્લા જમીન દફતરની કચેરી ઘ્વારા નિકાલ થવામાં પણ વિલંબ થઇ રહયો છે. કેટલીક જમીનમાં એક સર્વે નંબરના સીધા બે કે ત્રણ સર્વે નંબર થઇ જતાં ખેડુતો લાલઘુમ બન્યા છે.

અરવલ્લી જીલ્લાના મોડાસા,ધનસુરા,બાયડ અને મેઘરજ સહિતના ૬ તાલુકાઓના ખેડુતોને સેટેલાઇટથી જમીન સર્વે બાદ મુશ્કેલી ઉભી થઇ છે. અગાઉના નકશાઓની સામે સર્વે બાદના નકશાઓ વિપરિત આવતા સેઢા નજીકના ખેડુતો વચ્ચે વિવાદો શરૂ થયા છે. માપણીમાં વધારો-ઘટાડો, સર્વે નંબરની સંખ્યામાં ફેરફાર સહિતના મામલે ૧૬૬૭૩ ખેડુતોએ વાંધા અરજી કરી છે. જેની સામે જીલ્લા જમીન રેકર્ડની કચેરી ઘ્વારા ૯૨૩૮ અરજીઓનો નિકાલ કર્યા બાદ ૩૩૦૦ અરજીઓ હજુપણ પડતર છે. ખેડુતોએ વારંવાર રજુઆત કરવા છતાં કામગીરીમાં વિલંબ થઇ રહયો છે. આવી સ્થિતિમાં અનેક ગામોના ખેડુત પરિવારો નારાજ બન્યા છે.

જે ખેડુતોની જમીન રીસર્વે બાદ ઘટી ગઇ તેઓ લાલઘુમ બન્યા જયારે વધારો થયેલ ખેડુતોને રાહત મળતા સામાજીક તંગદિલીનો માહોલ બન્યો છે. આ સાથે એક સર્વે નંબરના બે કે તેથી વધુ સર્વે નંબર થઇ જતા ખેડુતોને નિષ્ફળ ચોમાસા સાથે સરકારની પધ્ધતિનો માર પડયો હોવાનું સામે આવ્યુ છે.