આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં ગૌચરનો વેપાર થઈ ગયાની રજૂઆત સામે આવી છે. લાખવડ ગામની ગૌચર જમીનના બે ભાગ સરકારી એકમ માટે ફાળવ્યા બાદ ત્રીજા ભાગનો ખાનગી ઉપયોગ થઈ ગયાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિક આગેવાને ગૌચરની બાજુની જમીન ખરીદ્યા બાદ ગૌચર પણ દબાવી દેતા ચકચાર મચી ગઇ છે.

મહેસાણા તાલુકાના લાખવડ ગામે સર્વે નંબર 14 પૈકી 1 વાળી ગૌચર જમીનમાં વ્યાપાર થઈ ગયાની રજૂઆત ગ્રામ પંચાયતના સદસ્યે ઉઠાવી છે. બચુભાઈ પટેલ નામના અરજદારે પ્રાંત અને ડીડીઓને સમગ્ર મામલે ફરિયાદ કરી તપાસની માંગ કરી છે.

જેમાં કુલ ગૌચર પૈકી એક બાજુ વેટરનીટી જ્યારે બીજી બાજુ ગ્રાહક તકરાર એકમ માટે જગ્યા ફાળવાયેલી છે. જ્યારે બાકીનો એક ભાગ ગૌચરમાં છેલ્લા કેટલાક વર્ષથી હતો. આ દરમિયાન ગામના રબારી ઈસમોએ પોતાની માલિકીની જમીન વેચી દીધા બાદ ખરીદનારે ગૌચર પણ તેમાં સામેલ કરી દીધું હોવાની બૂમરાણ મચી છે.

અરજદારે આક્ષેપ કર્યો છે કે સરપંચ, દબાણકર્તા અને વહીવટીતંત્રના કેટલાક કર્મચારી-અધિકારીઓએ ભેગા મળી સમગ્ર કૌભાંડ આચર્યું છે. જેમાં ખાનગી જમીન સાથે ગૌચરની પણ બિનખેતી કરી વાણિજ્યિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહી છે.

20 Oct 2020, 4:52 AM (GMT)

COVID-19 Global Stats

40,874,043 Total Cases
1,126,255 Death Cases
30,481,309 Recovered Cases

1 COMMENT

  1. મહેસાણા મામલતદાર કચેરી વિશે ફરિયાદ કરવી છે.
    તેના માટે કોને મળવું જોઈએ
    કોલ કરવો. ૯૯૦૯૨૬૦૨૨૨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code